ગાંધી વિચારધારા સામે નોટ રૂપી ગાંધીજી બહુ ચાલ્યા પણ સત્યનો વિજય થયો: ગેનીબેન
ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી માત્ર એક બનાસકાંઠા બેઠક કોંગ્રેસને મળી હતી. ગેનીબેન ઠાકોરની જીત થયા બાદ આજે કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્કાર સમારંભમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોરની કેળાથી તુલા કરવામાં આવી હતી. લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરારૂૂપી માતર આપી ગેની બેને કહ્યું હતું કે, હું દિલ્હી ગઈ તો બીજા સાંસદ કહેતા કે મોદી કે ગઢ મેં જીત કે આઈ હે. બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રૂૂપી ગાંધીજી બહુ ચાલ્યા પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવા નહિ પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગળી ચીંધીને કહેતા હતા કે, મોદી કે ગઢ મેં જીત કે આઈ હે.
આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, બનાસ ડેરી, રેખાબેન ચૌધરી અને સ્વ.ગલબાકાકાને લઈ એક નિવેદન કરી બનાસડેરીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગેનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં શક્તિસિંહ દ્વારા શંકર ચૌધરીને અપીલ કરતા કહ્યું હતું કે, સ્વ, ગલબાકાકાનું ઋણ ઉતારો, ગલબાકાકાના પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે. સાથે કહ્યું હતું કે, આ મોદીની નહીં મારી ગેરંટી છે. ડેરી કે બેંકની અંદર લડાઈ એક વ્યક્તિના અહંકારની લડાઈ હતી. એક વ્યક્તિના અહંકાર સામે બધું જ હતું. મને આનંદ એ વાતનો છે કે અહંકારને ટક્કર મારીને ગેનીબેનને સાંસદ બનાવ્યા.