ફી ઉઘરાણા મુદ્દે મૌન રહેલા ડીઇઓ પર બંગડીના ઘા
NSUI-યુથ કોંગ્રેસ દ્વારા કચેરીમાં હલ્લાબોલ, 10 કાર્યકરોની અટકાયત
ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફિ ઉઘરાવતી હોવા છતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કોઇ અંકુશ કે કાર્યવાહી નહીં કરતા એનએસ યુઆઇ દ્વારા કચેરી ખાતે હલ્લાબોલ કરી અને ડિઇઓને બંગડી આપી વિરોદ પ્રદર્શન કરતા એનએસ યુઆઇના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોંલકી અને યુથ કોંગ્રેસ રાજભા સહિત 10 કાર્યકરોની અટકયાત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે પ્રથમ અને નૈતિક જવાબદારી થાય છે કે, સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી (ફી રેગ્યુલર કમિટી) હાલમાં કાર્યરત ન હોય તો આપની પ્રથમ ફરજ બને છે કે નવા સભ્યોની નિમણૂક કરીને જે શાળાઓ વાલીઓને ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે તેના ઉપર અંકુશ લાવવામાં આવે.
માત્ર કાગળ ઉપર ચાલતી એફઆરસી કમિટીએ આજદિન સુધી સૌરાષ્ટ્રની એકપણ પ્રાઇવેટ શાળામાં કડક કાયદાકીય કાર્યવાહી અનુસાર પગલાં લેવામાં આવ્યા હોય તેવો એકપણ દાખલો અમારા ધ્યાને આવેલ નથી. જો આપનાં ધ્યાનમાં હોય તો અમને જણાવો. અન્યથા આપશ્રીને અમે છ દિવસનો સમય આપીએ છીએ આ બાબતે યોગ્ય કરશો અન્યથા જ્યાં પણ પ્રાઇવેટ શાળામાં મંજૂરી વગર આ પ્રકારના ઉઘરાણા થતા હશે.
કચેરી દ્વારા કોઇ દિવસ સ્કૂલોમાં જઇને આ મુદ્દે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોય તો અમને જણાવો અન્યથા આગામી સમયમાં આવી શાળાઓ પર જઇને વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે જઇને મીડિયા સાથે હલ્લાબોલ કરવામાં આશે. આ બાબતે એક તાત્કાલિક પરિપત્ર બહાર પાડવામાં આવે.
ચાંદીપુરા વાઇરસ મુદ્દે શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરો
હાલની પરિસ્થિતિમાં ચાંદીપુરા વાઇરસનું જોખમ પણ વધ્યું છે. જેમાં બાળકો જ સૌથી વધુ ભોગ બને છે. ત્યારે સાવચેતીના પગલાં લેવામાં આવે અને એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે જરૂર જણાય ત્યાં આરોગ્ય વિભાગને સાથે રાખી બાળકોનો આરોગ્યની કાળજી લેવામાં આવે જેથી શાળામાં કોઇ બાળકો સંક્રમિત ન થાય એવી પણ અમે આ તકે રજૂઆત કરવામાં આવે છે.