બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું બહાર પડ્યું: વાવ-થરાદમાં 8 અને બનાસકાંઠામાં 10 તાલુકા
03:17 PM Sep 25, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવેથી બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ જિલ્લા અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાઓની રચનાથી નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી અને ઝડપથી મળી રહેશે.બનાસકાંઠા જિલ્લામાં 10 તાલુકા રાખવામાં આવ્યા છે જ્યારે વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર જ રહેશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પાલનપુર, વડગામ, દાંતા, હડાદ, અમીરગઢ,ડીસા, કાંકરેજ, ઓગડ, ધાનેરા, દાંતીવાડાનો સમવેશ થાય છે.
જયારે વાવ-થરાદ જિલ્લાના તાલુકામાં દિઓદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ, ભાભરનો સમાવેશ થાય છે. નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે.
Next Article
Advertisement