રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બનાસ ડેરી અને સુઝુકી સ્થાપશે બાયો CNG સ્ટેશન

11:34 AM Jul 27, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સુઝુકી અને બનાસડેરી સંયુક્તપણે ઉત્તર ગુજરાતમાં પાંચ બાયો CNGસ્ટેશનની સ્થાપના કરશે. આ પ્રોજેક્ટ હેઠળ પશુઓના ગોબરમાંથી બાયો CNGનું ઉત્પાદન કરવામાં આવશે.

બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસડેરી દ્વારા જિલ્લાના પશુપાલકોની આવક વધારવાના હેતુથી તથા વેસ્ટ ને વેલથથી બદલી સરકયુલર ઈકોનોમી ઊભી કરવાના હેતુ થી જૂન 2019માં બનાસકાંઠા જિલ્લાના દામા ગામમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂૂપે 40,000 કિગ્રા/દિવસની ક્ષમતા ધરાવતો સામુદાયિક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો.

આ પ્લાન્ટમાં દામા ગામની આસ પાસના છ ગામોના 150 પશુપાલકો પાસેથી 1 રૂૂ/કિલોના દરે તાજું છાણ સંપાદન કરવામાં આવે છે. જે છાણ માંથી પ્રતિદિન 500 600 કિલો. બાયો સીએનજી અને 10 12 મેટ્રિક ટન જૈવિક ખાતરનું ઉત્પાદન થાય છે.

આ પ્રોજેક્ટની સફળતાથી પ્રેરાઈ ભારતની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની સુઝુકી મોટરે બનાસડેરીની સાથે મળી એન.ડી.ડી.બી.ના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં બીજા વધુ બાયોગેસ પ્લાન્ટોની સ્થાપના માટે ની સ્વૈચ્છિક પણે તૈયારી દર્શાવી હતી. બનાસડેરી અને એન.ડી.ડી.બીના સંયુક્ત ઉપક્રમે બાયો સીએનજી ગેસ સ્ટેશનની સંખ્યા વધારવા તકનીકી તેમજ આથિક મદદ માટે જાપાનની સુઝુકી કંપનીએ ભારતીય ડેલિગેશનને આમંત્રણ આપી 6 સપ્ટેમ્બર 2023ના રોજ જાપાનનાં ટોક્યો ખાતે 1,00,000 કિલો/ દિવસ છાણની ક્ષમતા ધરાવતા 4 નવા બયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ કરેલ કરારો મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 2025 સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તે ઉપરાંત ભવિષ્યમાં બીજા વધારાના પ્લાન્ટોની સ્થાપના કરવામાં આવશે.જેના ભાગ રૂૂપે 26 જુલાઈ 2024ના રોજ સુઝુકી કંપની, જાપાનના પ્રમુખ તોશીહીરો સુઝુકી બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે.
આ મુલાકાત દરમિયાન તોશીહીરો સુઝુકી દામા ખાતેના બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લેશે તથા પાલનપુર ડેરી ખાતે ચીઝ પ્લાન્ટની અને સણાદર પ્લાન્ટ ખાતે પોટેટો પ્રોસેસીંગ પ્લાન્ટની મુલાકાત લેશે.

આ મુલાકાત દરમિયાન સણાદર પ્લાન્ટ ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં સુઝુકી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા (જછઉઈં), ગઉઉઇ અને બનાસડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાષિ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડીજાઈનો તૈયાર કરવામાં આવશે અને તે ટેકનોલોજી મુજબ પાંચમા પ્લાન્ટની સ્થાપના થરાદ વિસ્તારમાં કરવા માટેના કરાર કરવામાં આવશે.

આ થનાર કરારો પ્રમાણે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં રૂૂરલ મોબિલિટી પ્રોજેક્ટ થકી રોજગારી ઉત્પન્ન કરવા માટે સુઝુકી કંપની દ્વારા લિઝ મોડેલ ઉપર મારુતિ સુઝુકીની ઈકો વાહનો દ્વારા રૂૂરલ એન્ટરપ્રિન્યોર પણ તૈયાર કરવામાં આવશે. જેના પ્રાયોગિક પાયલોટ પ્રોજેક્ટ રૂૂપે બે ગામ પસંદ કરી ગામ દીઠ પાંચ મારુતિ સુઝુકી ઈકો વાહન લિઝ ધોરણે આપવામાં આવશે.

Tags :
Banas DairyBio CNG stationgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement