For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

11:15 AM Oct 07, 2024 IST | admin
શિવરાજપુર બીચ પર વાહનોની અવર જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે, જે અનુસાર શિવરાજપુર બિચ પર 5 કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉપરાંત, નિયત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં આવી છે. આ જાહેરનામું તા.30/11/2024 સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement