For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

12:32 PM Jan 09, 2025 IST | Bhumika
સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરે છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

Advertisement

જેથી ઘોંઘાટ થાય તેમજ સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂૂકાવટ ઉભી થતી હોય છે.

આ કારણોસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની 200 મીટરની ત્રિજયામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Advertisement

આ જાહેરનામા અનુસાર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની 200 મીટરની ત્રિજયામાં કોઈએ ઉપવાસ/ધરણા ઉપર બેસવું નહી.

જાહેર સુલેહ-શાંતિ જોખમાય તેવા સુત્રોચ્ચાર કરવા નહી અને કોઈ પણ વ્યકિતએ લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવો નહીં.
કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો સાથે રાખવા નહીં. અને ચાર કે તેથી વધુ માણસોએ ભેગા થવું નહી કે સરકારી કચેરીમાં અતિક્રમણ કરવું નહી.
સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરીસરમાં ગંદકી/કચરો કરવો નહી. આ જાહેરનામું તા.08/01/202પથી 60 દિવસ સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement