For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટનાં 100 થી વધારે મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પર લગાવાયો પ્રતિબંધ, મંદિરની બહાર લગાવાયા પોસ્ટર

12:47 PM Dec 05, 2023 IST | Bhumika
રાજકોટનાં 100 થી વધારે મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પર લગાવાયો પ્રતિબંધ  મંદિરની બહાર લગાવાયા પોસ્ટર

Advertisement

રાજ્યના અનેક મોટા મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામ આવ્યો છે. ત્યારે હવે રાજકોટ શહેરના 100થી વધારે મંદિરોમાં પ્રવેશને લઈને ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમને લાગુ કરવા માટે મંદિરોમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે 'મંદિર પરિષદની જગ્યામાં કોઈ પણ વ્યક્તિએ ટૂંકા વસ્ત્રો જેમ કે કેપ્રિ, બરમુંડા, સ્લાવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ કરવો નહિ. આ કરવાની સૂચના પોસ્ટરમાં દર્શાવવામાં આવી છે. આ પોસ્ટર સનાતન સ્વરાજ નામની સંસ્થાએ લગાવ્યા છે.

જગતમંદિર દ્વારકામાં કોઇપણ વ્યક્તિ ટુંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. આ મંદિરમાં ટૂંકાં વસ્ત્રો પર 'NO ENTRY'ના બૉર્ડ પણ લાગ્યા છે. માહિતી પ્રમાણે, જગત મંદિર દ્વારકામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરની ગરિમા જાળવવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવિક ભક્તોની લાગણીઓને ઠેસ ના પહોંચે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યુ છે. આ નિર્ણયના બૉર્ડ પણ લગાવવામા આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement