For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રભાસપાટણ ખાતે ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધ

11:26 AM Oct 01, 2024 IST | Bhumika
પ્રભાસપાટણ ખાતે ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધ
Advertisement

સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવેલ છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટે સ્પે.લીવ પીટીશન નં.8519/2006, તા.07/09/2009 અને તા.29/09/2009ના ઓર્ડરથી જાહેર શેરીઓ, જાહેર ઉદ્યાનો કે અન્ય જાહેર સ્થળો વગેરે પર ધાર્મિક પ્રકારના જેવા કે, મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા, ગુરુદ્વારા વગેરે પ્રકારના ધર્મસ્થાનોના અનઅધિકૃત થયેલા બાંધકામ દુર કરવા તથા નવા અનઅધિકૃત ધાર્મિક બાંધકામ ન થાય તે અંગે રાજય સરકારે જરૂૂરી નિર્દેશો/સૂચનાઓ પ્રસારીત કરવા આદેશ કરવામાં આવેલ છે.
આ સુચના અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં ઝુંબેશના ભાગરૂૂપે વેરાવળ તાલુકાના પ્રભાસપાટણમાં આવેલ શ્રી સરકાર સદરેની સ.નં.1851 અને સ.નં.185ર વાળી જમીન પરના ધાર્મિક દબાણ તાજેતરમાં દુર કરવામાં આવ્યાં છે.

આ જમીન પર અન્ય વ્યકિતઓના પ્રવેશ કે દબાણ કરવાથી લોકો વચ્ચે ઘર્ષણ, કોમી હિંસા, રમખાણો તથા તોફાનો થવાની સંભાવના જણાય છે. જેથી જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા અગમચેતીના પગલા લેવાના ભાગરૂૂપે અન્ય કોઈ ઈસમ/સંસ્થા/કંપનીના પ્રવેશબંધી અંગેનું ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-163 હેઠળ જાહેરનામુ બહાર પાડવુ આવશ્યક જણાય છે.ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસપાટણના શ્રી સરકાર સદરે આવેલ સ.નં.1851 અને 185ર વાળી જમીન/મિલકત પર કોઈ પણ ઈસમ/સંસ્થા/કંપનીએ પ્રવેશ કે દબાણ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ શિક્ષાપાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ સ્ટાફને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.30/09/2024થી 60 દિવસ સુધી અમલમાં રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement