રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાળાઓમાં યોજાતા શૈક્ષણિક પ્રવાસ પર પ્રતિબંધ

03:55 PM Aug 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વિદ્યાર્થીઓની સલામતી માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાશે: શિક્ષણ વિભાગનો DEOને પરીપત્ર

રાજ્ય સરકારે સ્કૂલોમાં યોજાતા પ્રવાસ મામલે એક મોટો નિર્ણય લીધો છે. નવી ગાઈડલાઈન ન આવે ત્યા સુધી સ્કૂલોમાં પ્રવાસ બંધ રહેશે. શાળાઓ દ્વારા વર્ષમાં એકવાર વિદ્યાર્થીઓને પ્રવાસ પર અચૂક લઇ જવાતા હોય છે.. આ દરમ્યાન વિદ્યાર્થીઓની સલામતી ખુબજ મહત્વપૂર્ણ બની જાય છે.. ઘણીવાર એવું બનતું જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓની સલામતીને લઇને યોગ્ય તકેદારી ન રાખવાને કારણે દુર્ઘટના ઘટતી હોય છે. જેથી હવે સલામતી માટે નવા નિયમો બનાવવાનું નક્કી કરાયું છે.નવા પરિપત્ર બાદજ પ્રવાસની મંજૂરી અપાશે. કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ DEOને આદેશ કરાયા છે.

શિક્ષણ વિભાગ સૂચનાઓ જારી કરશે, ત્યારબાદ જ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકાશે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14ના મોત થયા હતા. આ ઘટના બાદ શૈક્ષણિક પ્રવાસને લઈને શિક્ષણ વિભાગ વધુ સચેત બન્યું છે. શૈક્ષણિક પ્રવાસને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, જિલ્લા કક્ષાની કચેરી દ્વારા સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા ખાનગી શાળાઓને સ્થાનિક પ્રવાસની મંજૂરી અપાય છે. જ્યારે કમિશનર ઓફ સ્કૂલની કચેરીથી રાજ્ય બહારના પ્રવાસની મંજૂરી અપાય છે.

આ બાબતે સંબંધિત પ્રભાગોના વિષયો- વિદ્યાર્થીઓના વયજૂથને ધ્યાને લઈને પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી માટે પ્રવર્તમાન નિયમો-જોગવાઇઓ મુજબ વિગતવાર નવી સૂચનાઓ શિક્ષણ વિભાગના સંબંધિત વહીવટી પ્રભાગો દ્વારા સત્વરે પરિપત્રિત કરવાની રહેશે.

જેને પગલે હવે પછીથી પ્રવાસની મંજૂરી આપનાર સંબંધિત અધિકારીએ પ્રવાસની મંજૂરી અંગે નિર્ણય કરવાનો રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા તૈયાર કરનાર હોવાથી હવેથી શિક્ષણ વિભાગનો પરિપત્ર થયેથી પ્રવાસની મંજૂરી આપવાની થાય છે. જેથી શિક્ષણ વિભાગની જરૂૂરી વિગતવાર અદ્યતન સૂચનાઓ જારી થયા બાદ જ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્રથી જાણ કરવામાં આવશે. ત્યાં સુધી પ્રવાસના આયોજન અંગે કોઈ કાર્યવાહી કરવાની રહેશે નહીં.

Tags :
educational toursgujarat newsschools
Advertisement
Next Article
Advertisement