રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાલુભાઇ શુક્લએ ઝૂકી ઝૂકીને કરી સલામો!

03:46 PM Sep 16, 2024 IST | admin
Advertisement

ગણેશ વિસર્જનમાં ખાદીમને પાયલાગણ કરતા જાગેલી ચર્ચા

Advertisement

વડોદરાના ધારાસભ્ય અને વિધાનસભામાં દંડક બાલુ શુક્લ શુક્રવારે પોતાનાથી અડધી ઉંમરના એક ખાદીમને જાહેરમાં પગે લાગતા શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂૂ થઈ છે. કેટલાક લોકો આને ધારાસભ્યની વિનમ્રતા ગણાવી રહ્યા છે તો કટ્ટરવાદી કાર્યકરોનું માનવું છે કે કોઈ મોટી ઉંમરના અન્ય ધર્મના ધર્મગુરુ હોય તો માન આપવા ઝૂકે એ બરાબર છે, પણ એવી તે કઈ મજબૂરી હતી કે બાલુ શુક્લએ પોતાનાથી અડધી ઉંમરના ખાદીમને જાહેરમાં પગે પડવું પડ્યું.

આ ઘટનાથી ભાજપના કેટલાક હિન્દુત્વવાદી નેતાઓ અને કાર્યકરોમાં રોષ પણ જોવા મળ્યો છે. ભાજપનો ધારાસભ્ય તેની અડધી ઉંમરની વ્યક્તિના ચરણસ્પર્શ કરતો વીડિયો વાયરલ થતાં ભાજપ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે.

વડોદરાના સૌથી જુના અને જાણીતા જુની ગઢી મિત્ર મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની વિસર્જન યાત્રા શુક્રવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ હતી. યાત્રા શરૂૂ થાય તે પહેલા જ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અન્ય દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. જુની ગઢી વિસ્તારના ગણેશ વિસર્જન પહેલા અનેક પાર્ટી ના નેતાઓ અને ભક્તોની આરતી માટે ઉમટી પડયા હતા. ત્યારે સંવેદનશીલ ગણાતા વિસ્તારમાંથી પસાર થાય એ અગાઉ મુસ્લિમ આગેવાનો અને મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદીમ ભોલું બાપુએ પણ ગણેશજી પ્રતિમાનું સ્વાગત કર્યું હતું. ત્યાં હાજર ભાજપના નેતાઓ સાથે પણ ખાદીમએ વાતો કરી હતી.

વડોદરાનાં ધારાસભ્ય અને દંડક બાલુ શુક્લ પણ ગણેશજીની આરતી માટે પહોંચ્યા હતા. બાળુ શુક્લ આરતી કરી પરત ફરી રહયા હતા, તે વખતે ખાદીમે દંડક બાળુ શુક્લ સાથે હાથ મિલાવ્યો હતો શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. તેજ સમયે બાલુ શુક્લ અભિવાદન કરતા ખાદીમના પગે લાગ્યા હતા. આ જોઈ ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ વાત શહેરમાં ફેલાઈ ગઈ હતી અને આ વિડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.

Tags :
gujaratgujarat newsvadodravadodranews
Advertisement
Next Article
Advertisement