મેજિકલ થેરપી વડે દુખાવા મટાડી જીવનની રીધમ કરે છે બેલેન્સ
દરેક વ્યક્તિને દુખાવામાંથી મુક્ત કરવાની નેમ સાથે મેટ્રિક્સ રીધમ થેરપીનું સૌરાષ્ટ્રનું એક માત્ર સેન્ટર ચલાવે છે ફિઝિઅથેરપિસ્ટ ડો.સુનૈના વિધાણી
હિન્દુજા હોસ્પિટલમાં કામનો અનુભવ,જર્મનીમાં લીધેલ ટ્રેનિંગ અને કામ પ્રત્યેના ડેડિકેશનના કારણે રાજકોટના નામાંકિત લોકો ડો.સુનૈના વિધાણી પાસે કરાવે છે ટ્રીટમેન્ટ
‘મારા લોહીમાં ફિઝિઓ છે. હું જ્યારે પેશન્ટને જોઉં છું ત્યારે મને ખ્યાલ હોય છે કે હું ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ કરી અમુક દિવસમાં તેમને દુખાવામાંથી મુક્તિ અપાવી શકીશ. હું ટ્રાન્સપરન્સી સાથે કામ કરું છું જ્યારે મને વિશ્વાસ હોય કે હું પેશન્ટને સાજા કરી શકીશ તો જ તે કેસ હાથમાં લઉં છું નહીંતર સેક્ધડ ઓપિનિયન માટે બીજા ડોક્ટર પાસે મોકલું છું. પેશન્ટ સાજા થઈને જે બ્લેસિંગ્સ આપીને જાય છે તે મારા માટે મોટી મૂડી છે.હું મિડલ કલાસ ફેમિલીમાંથી આવું છું એટલે દર્દીની મુશ્કેલી સમજી શકું છું તેથી પેશન્ટને બજેટ ફ્રેન્ડલી ટ્રીટમેન્ટ મળે એવા મારા પ્રયત્નો હોય છે’. આ શબ્દો છે રાજકોટના મેટ્રિક્સ રીધમ થેરપીના સ્પેશિયાલિસ્ટ ડો.સુનૈના વિધાણીના.જૂનાગઢ જેવા નાના ગામથી શરૂૂ થયેલ તેમની યાત્રા દુબઇ, જર્મની અને ફરી રાજકોટ સુધી પહોંચી છે ત્યારે હજારો દર્દીને પીડામાંથી મુક્તિ અપાવી મોં પર સ્મિત લાવવાની તેમની સફર જાણવા જેવી છે.
જૂનાગઢમાં જન્મ અને ત્યાં જ 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો ત્યારબાદ રાજકોટમાં BPT કર્યું અને પિતાજીની ઈચ્છા મુજબ ઈન્ટિર્નશિપ કરવા મુંબઈ ગયા.હિન્દુજા હોસ્પિટલમાં સમગ્ર ભારતમાંથી ફક્ત બે સ્ટુડન્ટડને આ માટે સિલેક્ટ કરવામાં આવે છે જેમાંના એક સુનૈનાબેન હતા. તેઓ જણાવે છે કે ઈન્ટર્નશિપનો એ સમય જીવનનો ખૂબ જ મહત્ત્વનો તબક્કો રહ્યો કારણ કે ગુજરાતમાં જે દસ વર્ષમાં પણ શીખવા ન મળે તેવું નોલેજ ટૂંક સમયમાં મળ્યું. હિન્દુજા હોસ્પિટલના ડો. સંજય અગ્રવાલ સેલિબ્રિટીની સર્જરી માટે જાણીતા છે તેની સાથે કામ કરવા મળ્યું. અમૂક સર્જરી એવી છે કે જે હિન્દુજા હોસ્પિટલમાં જ થાય છે એટલે રેર સર્જરી પછીની સારવાર વિશેના અનેક કેસ જોવા મળ્યા.અહીં જે તક મળી એ મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે.
ઈન્ટર્નશિપ પૂરી કર્યા બાદ ત્યાં જ છ મહિના જોબ કરી અને ફરીથી માસ્ટર કરવા માટે રાજકોટ આવવાનું થયું ત્યારે વર્લ્ડના શ્રેષ્ઠ ડોક્ટરમાં જેની ગણના થાય છે તે ડો. સંજય અગ્રવાલે હાર્ડ વર્ક અને કામ પ્રત્યેનું ડેડિકેશન જોઈને પોતાના ક્લિનિકમાં ફિફટી ફિફટી પાર્ટનરશિપની ઓફર કરી હતી એ ક્યારેય નહીં ભુલાય. મારા માટે માસ્ટર કરવું મહત્તવનું હતું તેથી તેમની ઓફર સ્વીકારી શકી નહીં.માસ્ટર બાદ સાંધા અને સ્નાયુના દુખાવામાં આશીર્વાદરૂપ મેટ્રિક્સ રીધમ થેરપી વિશે જાણવા મળ્યું અને તે શીખવા જર્મની ગઈ.આ થેરપી માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા સાયન્ટિસ્ટ ડો.રેનોલ્ડ પાસે આ પદ્ધતિ શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.હાલ ગુજરાતમાં ફક્ત ચાર સેન્ટર છે જેમાંનું સૌરાષ્ટ્રનું એક માત્ર સેન્ટર રાજકોટમાં મૂવ મેકર્સ પેઈન મેનેજમેન્ટ રિહેબિલિટેશન છે.
એક સમયે વિદેશમાં કામ કરવાની એક ઈચ્છા હતી તેથી દુબઈમાં પણ દુબઇ હેલ્થ ઓથોરિટીનું લાઇસન્સ મેળવ્યું છે અને આજે પણ સમયાંતરે ત્યાં જઈને પેશન્ટને આ થેરેપી વડે ટ્રીટ કરું છું.
પોતાના સંઘર્ષના સમયને યાદ કરતા તેઓ જણાવે છે કે 2018 થી 2023નો સમય હાર્ડ વર્કનો હતો.જ્યારે મુંબઇ ગઈ ત્યારે નિશ્ચય કરેલો કે વધુમાં વધુ શીખીને જઈશ.આઠ કલાકની હોસ્પિટલની ડ્યુટી સાથે હોમ વિઝિટ પણ કરતી. બસ એક જ ધ્યેય હતો કે વધુમાં વધુ નોલેજ મેળવી શકું.
અત્યારે પણ સવારે 9:30 થી રાત્રે 9:30 સુધી કામ કરું છું.પતિ પેટ્રોલિયમ એન્જિનિયર છે,તે આફ્રિકા છે અને હું રાજકોટમાં છું.હજુ સંઘર્ષ ચાલે જ છે પરંતુ અહીં અનેક સારા સારા લોકો સાથે કોન્ટેક્ટ થયા છે તેમજ નામાંકિત લોકો મારી પાસે ટ્રીટમેન્ટ લઈને સાજા થયા છે જે મારું અચીવમેન્ટ છે.મારી સફળતામાં મારા માતા-પિતા,પતિ અને પરિવારજનોનો ફાળો મહત્ત્વનો છે. ભવિષ્યના સ્વપ્ન બાબત તેઓએ જણાવ્યું કે માઈગ્રેન અને વર્ટિગોથી લોકો ખૂબ હેરાન થાય છે જેનું સોલ્યુશન દવાથી થતું નથી તેના માટે એક સ્પેશિયલ સોલ્યુશન આપી શકું એવી મારી ઈચ્છા છે.ડો.સુનૈના વિધાણી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દુખાવા સામાન્ય છે પણ સહન ન કરો
અત્યારે દરેક વ્યક્તિને શરીરના દુખાવા સામાન્ય બન્યા છે ત્યારે મહિલાઓ માટે અમુક ઉંમરે હોર્મનલ ઇમ્બેલન્સ સ્નાયુ માટેના દુખાવા માટે જવાબદાર હોય છે તો પુરુષોને પણ ઓક્યુપેશનલ હેઝાર્ડ એટલે કે કામના કારણે દુખાવા થતાં હોય છે. જેમ કે સલૂનમાં કામ કરનારને પગના દુખાવા થવા, લેપટોપ પર કામ કરવાથી માઈગ્રેન અને ગરદનના દુખાવા થવા, બેંકમાં જોબ હોય કે સતત બાઇકમાં ટ્રાવેલ કરવાનું હોય અથવા સતત નીચે બેસીને કામ કરનારને ગોઠણ-કમરના દુખાવા થાય છે. અત્યારની લાઈફ સ્ટાઇલ એવી થઈ ગઈ છે જેમાં બોડીની ફેક્સિબિલિટી ઓછી થઈ ગઈ છે. ઉપરાંત ફૂડમાંથી પૂરા પોષક તત્વો મળતા નથી, રાત્રે મોડા સૂવું,મોડા ઉઠવું ,બહારનું જંક ફૂડ ખાવું, મોર્ડન ટેકનોલોજીનો અમર્યાદિત ઉપયોગ વગેરેના કારણે સાંધા-સ્નાયુ પર વધારે લોડ આવે છે. આ ઉપરાંત ખૂબ જ મહત્ત્વનું કારણ છે બોડીની સેલ્ફ હિલિંગ પ્રોસેસ ખોરવાઈ ગઈ છે. વર્ક ફોર્મ હોમના કારણે ક્વોલિટ લાઈફ ખરાબ થઈ છે.હેલ્ધી લાઈફ માટે ઉઠવા બેસવાની સ્ટાઇલ,પાણી,ખોરાક પૂરતા પ્રમાણમાં લેવું, સતત કામ વચ્ચે રેસ્ટ લેવો જરૂૂરી છે અને છેલ્લે તકલીફ થાય તો તરત જ એક્સપર્ટ ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો.
ફિઝિઅથેરપી સ્કિલ ફૂલ વર્ક છે
ફિઝિયોથેરેપી ફિલ્ડમાં સ્પેશ્યલાઈઝેશન હોય છે કોઈ ન્યુરોના સ્પેશલિસ્ટ હોય છે,કોઈ ઓર્થોના સ્પેશલિસ્ટ હોય છે કોઈ મસલ્સના તો કોઈ નાના બાળકોના અને ગાયનેકના હોય છે.દરેક વ્યક્તિએ પોતાની સારવાર માટે જે તે વિષયના નિષ્ણાંત ફિઝિઓથેરપિસ્ટ પાસે જ જવું જોઈએ. બધાને નોલેજ હોય છે પણ રૂૂટ પકડી શકશે નહીં
આ રીતે કામ કરે છે મેટ્રિક્સ રીધમ થેરપી
આ થેરપી વિશે તેઓએ જણાવ્યું કે મેટ્રિક્સ રીધમ થેરપી એવી ટેકનોલોજી છે જે વાઇબ્રેશન પર કામ કરે છે. અંદરના કોષો જે ચોક્કસ ફ્રિકવન્સી પર હોય છે તેને બેલેન્સ કરે છે. આપણા બોડીના સેલ્સની મૂવમેન્ટ 8 થી 12 હાર્ટઝની ફ્રિકવન્સી ઉપર થતી હોય છે. અત્યાર સુધીના ફિઝિઓથેરપીના મશીન આટલી લો ફ્રિકવન્સી નથી આપી શકતા. જેટલી ફ્રિકવન્સી સેલ્સ સાથે મેચ થાય એટલું રિઝલ્ટ સારું મળે. સેલ્સને રીએક્ટિવેટ કરવા માટે આ થેરપી ઉપયોગી છે. નાના બાળકથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિ માટે આ થેરપી ઉપયોગી છે.આ એક એવી ટેકનોલોજી છે જે જાદુની જેમ કામ કરે છે.
તમારા દુ:ખને પકડી ન રાખો
પેશન્ટને દરેક રીતે સાજા કરવાની નેમ ધરાવતા સુનૈનાબેન જણાવે છે કે હિન્દુજા હોસ્પિટલમાં કામ કરતી વખતે અનેક સુપ્રસિદ્ધ લોકોને જોયા છે નામ,દામ બધું હોવા છતાં જ્યારે શરીરમાં પીડા હોય છે ત્યારે બધું નકામું લાગે છે તેથી જો તમે સ્વસ્થ હોવ તો તમે સુખી છો એમ માનો.અન્યને જુઓ, બીજાની પીડા જુઓ, તમારા દુ:ખને પકડી ન રાખો આગળ વધો, સફળ થાઓ અને જીવનનો આનંદ માણો.