For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડ પાલિકાના નગરસેવક ઉપર છરી વડે હુમલો કરવાના કેસમાં સાળાના જામીન મંજૂર

04:38 PM Aug 07, 2025 IST | Bhumika
કાલાવડ પાલિકાના નગરસેવક ઉપર છરી વડે હુમલો કરવાના કેસમાં સાળાના જામીન મંજૂર

પરિણીતા ઉપર દુ:ખ ત્રાસની ફરિયાદનો ખાર રાખી સગા બનેવી કાલાવડના પાલિકાના નગરસેવક ઉપર જાહેરમાં છરી વડે હુમલો કરવાના ગુનામાં જેલહવાલે થયેલા બનેવીની ચાર્જશીટ પછીની જામીન અરજી જામનગર સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

Advertisement

આ અંગેની હકીકત મુજબ, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી કાલાવડ નગરપાલિકાના નગરસેવક સદામભાઈ ગફારભાઈ બારાડીએ તેના સગા બનેવી જુનેદ જિકરભાઈ રાવ વિરૂૂધ્ધ ગઈ તા.19/ 05/ 2025ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ-115(2), 118(1), 352, 351 (3) તથા જી.પી.એકટની કલમ-135 (1) મુજબની ફરીયાદ આપેલ હતી, જેમાં તેની બેન કરીશ્માબેન સાથે જુનેદ જીકરભાઈ રાવે પ્રેમલગ્ન કર્યા બાદ બેનને દુ:ખ ત્રાસ આપતો હોય જે બાબતે ફરીયાદ દાખલ કરાવેલ હોય તે બાબતનો ખાર રાખી, બંને એક સગાના લગ્ન પ્રસંગ ભેગા થઇ જતાં જુનેદ રાવે પોતા (સદામભાઇ) ઉપર છરીથી હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. તેમાં પોલીસે આરોપી જુનેદ રાવની ધોરણસર અટક કરેલ હતી. તપાસના અંતે પોલીસે ચાર્જશીટ રજુ કરેલ હતું. ત્યારબાદ આરોપી જુનેદ જિકરભાઈ રાવે એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત જામનગ2 સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ બાદ જામીન પર છુટવા માટેની રેગ્યુલર જામીન અરજી કરી હતી. તેમાં આરોપી વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેણે એવું કંઈ કર્યું નથી, જેના માટે તેને જેલમાં રાખી શકાય નહિ. વધુમાં અરજદાર પક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, ફરીયાદીને પ્રાથમિક સારવાર બાદ સરકારી હોસ્પિટલમાંથી રજા આપી દીધા બાદ ફરીયાદીને અન્ય કોઈ હોસ્પીટલમાં રિફર કરવામાં પણ આવ્યો ન હતો. પરંતુ ફરીયાદી પોતે પોતાની મરજીથી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા, અને ત્યાંથી પણ તેમને 4 દિવસમાં 2જા આપવામાં આવી હતી.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલ તથા રજુ કરવામાં આવેલ વડી અદાલતોના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ જામનગરના અધિક સેશન્સ જજની કોર્ટે આરોપીને શરતોને આધિન જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપી વતી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ લો-ફર્મના એડવોકેટસ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુકલ રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement