For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દારૂ-બીયરની હેરાફેરીના ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના પ્રથમ ગુનામાં આરોપીના જામીન મંજૂર

04:32 PM Oct 15, 2024 IST | admin
દારૂ બીયરની હેરાફેરીના ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના પ્રથમ ગુનામાં આરોપીના જામીન મંજૂર

કુવાડવા પાસેથી 1434 બોટલ ભરેલા દારૂ ટ્રક સાથે બે શખ્સની ધરપકડ થઇ’તી

Advertisement

સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂૂ બિયરની હેરાફેરીના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના પ્રથમ વખત નોંધાયેલા ગુન્હામાં એક આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.આ અંગેની હકીકત મુજબ, તા. 07/ 08/ 2024ના રોજ કુવાડવા રોડ ઉપર ડીસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલ બાતમીના આધારે ચોટીલા તરફથી આવતા ટ્રકને ક્રિષ્ના વોટર પાર્ક નજીક ઉભો રખાવી ચેક કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂૂ બિયરના 1434 નંગ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી હતી.

ત્યારબાદ આ ગુન્હાના કામે પોલીસ અમલદારોએ તપાસ કરતા બે આરોપી ઉપરાંત કોનેન યાકુબભાઈ મોટાણી વગેરે આરોપીઓ અન્ય ગુન્હાઓમાં પણ આજ પ્રકારે સાથે મળીને ગુન્હાઓ કરતા હોય જેથી પોલીસ અમલદારોએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2) (બી)ની કલમ ઉમેરો કરી કોર્ટમાં દારૂૂના કેસમાં પ્રથમવાર ઓર્ગેનાઈઝ ક્રાઈમની કલમનો ઉમેરો ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ફરીયાદમાં કરવામાં આવી હતી. ઉપરોકત ગુન્હા સંબંધે જેલ હવાલે રહેલા કોનેન યાકુબભાઈ મોટાણીએ એડવોકટ તુષાર બદલાણી મારફત રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારતા સેશન્સ કોર્ટે આરોપીના વકીલની દલીલો માન્ય રાખી આરોપીને રૂૂા. 15,000/- ના રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

Advertisement

આ કામમાં આરોપી વતી વકીલ તુષાર બસલાણી, એઝાઝ જુણાચ, મનીષ કોટક, અલીઅસગર ભારમલ, ભાવેશ ગોહેલ, સંજય મહેતા, દિપકસિંહ રાઠોડ, જગદીશ પડિયા, વત્સલ ચાવડા, દિપ બસલાણી, અક્ષય મકવાણા, હિરેન બાંભવા, વત્સલ કડેચા વિગેરે રોકાયેલા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement