અમરેલીમાં લેટરકાંડમાં ભાજપના ત્રણેય નેતા અને યુવતીની જામીન અરજી નામંજૂર
સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર અમરેલીમાં ભાજપના આંતરીક ભવાડામાં નિર્દોષ ટાઇપીસ્ટ યુવતીની મધરાત્રે ધરપકડ કરી સરઘસ કાઢવાના પ્રકરણમાં ગઇકાલે ખોડલધામના પ્રતિનિધીઓ અને ભાજપના ધારાસભ્યો દિકરીને ન્યાય અપાવવા ભેગા થયા હતા અને દિકરીને કોર્ટમાંથી જામીન મળે તેમજ ફરિયાદ પાછી ખેંચાય તે માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી. તેની વચ્ચે આ ચકચારી બોગસ લેટરકાંડમાં ંડોવાયેલા ભાજપના ત્રણ નેતા અને ટાઇપીસ્ટ યુવતી સહિત ચારેયના જામીન નીચલી કોર્ટે ફગાવ્યા હતા.
બીજી તરફ પોલીસે યુવતી સામે ફરિયાદ પાછી ખેંચવા કોર્ટ સમક્ષ કરેલા રિપોર્ટની સુનાવણી આવતીકાલે શનિવાર ઉપર મુલતવી રહી છે.
લેટરકાંડ મુદ્દે મોડી સાંજ સુધી અમરેલી કોર્ટમાં ખોડલધામ સમિતિના ટ્રસ્ટીઓ દિનેશ બાંભણીયા, મનોજ પનારા, ગોપાલ ઈટાલીયા અને પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા. ફરિયાદી અને પોલીસ દ્વારા 169નો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. પોલીસે કોર્ટમાં સ્વીકાર્યું કે, દીકરી નિર્દોષ છે. હાલ દીકરી પૂરતો કેસ પાછો ખેંચવા એફિડેવિટ પોલીસે રજૂ કર્યું હતું. આ મામેલે કોર્ટે ચુકાદો 4 તારીખ ઉપર પેન્ડિંગ રાખ્યો છે.
ગઇકાલે જામીન મળ્યા નથી. રેગ્યુલર જામીન અરજીની સુનાવણી આવતીકાલે છે. કોર્ટની પ્રક્રિયામાં પહેલેથી દીકરી તરફે કોંગ્રેસ આગેવાન સંદિપ પંડ્યા વકીલ તરીકે રોકાયેલા હતા. જોકે, કોર્ટમાં કાર્યવાહી ચાલતી તી તે વખતે આ વકીલ ગેરહાજર રહ્યા હોવાનો દિનેશ બાંભણીયાએ આક્ષેપ કર્યો છે.
દિનેશ બાભણીયાએ જણાવ્યું કે, ગઇકાલે સાંજે 5 વાગ્યે કોર્ટમાં હેયરિંગ રાખવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અને ફરિયાદી દ્વારા એફિડેવિટ સાથે, આ દિકરી પણ કોઈ ગુનો બનતો નથી તેવી એફિડેવિટ કરી પોલીસ પંચનામું રજુ કરવામાં આવ્યું હતું. કોર્ટે આના પર હિયરિંગ રાખેલ હતું. ત્યારબાદ દિકરીના વકીલ કોઈ કારણોસર હાજર ન રહેતા સાંજે 7 વાગ્યે હિયરિંગ થયું છે. હિયરિંગના અનુસંધાને શનિવારની તારીખ આપવામાં આવી છે તમામ આધારા પુરાવા અને અરજી કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાન અને વકીલ સંદીપભાઈ કોઈ કારણોસર હાજર રહ્યા ન હતા.