For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરા સ્વામિનારાયણ મંદિર દ્વારા વધુ 15 દિવસ પોલીસ રક્ષણની માગણી કરાઈ

12:14 PM Sep 03, 2024 IST | Bhumika
બગસરા સ્વામિનારાયણ મંદિર દ્વારા વધુ 15 દિવસ પોલીસ રક્ષણની માગણી કરાઈ
Advertisement

બગસરામાં સ્વામિનારાયણ મંદિરના સંતો વચ્ચેનો વિવાદ આગળ વધતો દેખાય છે. સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા પોલીસ રક્ષણની માંગણી કરવામાં આવતા બગસરા પોલીસ સ્ટેશન દ્વારા મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બગસરા સ્વામિનારાયણ મંદિરમાં સંતો વચ્ચેની ચાલી રહેલી લડાઈ વધુ ઉગ્ર બની છે. આ મંદિરમાં નવા અને જૂના સંતો વચ્ચે અસ્તિત્વની લડાઈમાં બે અલગ અલગ જગ્યાએ સભાઓ પણ થવા લાગી છે. હરિભક્તો પણ કઈ સભામાં જવું કે ના જવું તેવી મૂંઝવણમાં રહેતા હોય છે. તેવા સમયે સ્વામિનારાયણ મંદિર બગસરા દ્વારા કોઈ પણ સમયે મંદિર પરિસરમાં પરિસ્થિતી બગડે કે સંતો ઉપર હુમલો થાય તેવી શંકા થતા સંતો દ્વારા બગસરા પોલીસ સ્ટેશનમાં પોલીસ રક્ષણની માંગણી કરવામાં આવી છે.

Advertisement

જેને પગલે બગસરા પોલીસ સ્ટેશન દ્વારા આગામી 15 દિવસ માટે સ્વામિનારાયણ મંદિરમાં સાંજના 6 વાગ્યા થી 9 વાગ્યા સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે સામાન્ય લોકોના ઘરમાં ઝઘડા થતા હોય ત્યારે સંતો દ્વારા નિરાકરણ લાવવામાં આવતું હોય છે પરંતુ હવે સંતો વચ્ચે શરૂૂ થયેલા ઝઘડાઓનું નિરાકરણ કોણ લાવશે તેવું હરિભક્તોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. હરિભક્તોના કહેવા મુજબ હાલના સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામી તેમજ વિવેક સ્વરૂૂપ સ્વામી દ્વારા આ મંદિરનો નિર્માણ કરે પરંતુ અત્યારના જે નવા એટલે કે યંગ જનરેશનના સાધુ દ્વારા વિવેક સ્વરૂૂપ સ્વામી જે સમાજમાં કથા વાર્તા કરતા હતા પરંતુ આ યુવા સાધુઓને જે મંજૂર નહીં હોવાથી વિવાદ ચરમ સીમા એ પહોંચી ગયેલ છે.

આ યુવા 11 સાધુઓ વિવેક સ્વરૂૂપ સ્વામીને કોઈપણ સંજોગોમાં બગસરા મંદિરમાંથી હટાવવા માંગે છે જ્યારે બીજી તરફ વિવેક સ્વરૂૂપ સ્વામીના સમર્થકો જેનો વિરોધ કરી રહ્યા છે જેને હિસાબે નવા તથા જુના સંતો મારામારી સહિતના આમને સામને આવી ગયા છે જેથી પોલીસ રક્ષણ માગવું પડ્યું છે. કોઈ અનઈચ્છિત બનાવ ન બને તે માટે પોલિશ બંધોબસ્તથી સજ્જ કરવામાં આવ્યું છે.
(તસવીર સમીર વિરાણી બગસરા)

Advertisement
Tags :
Advertisement
Advertisement