રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બગસરા એસ.ટી. ડેપોની મનમાનીથી કંટાળી રોષ સાથે મુસાફરોનું હલ્લાબોલ

11:20 AM Nov 16, 2024 IST | admin
Advertisement

અનેક રૂટ બંધ કરાતા પૂછપરછ બારીનો ઘેરાવ

Advertisement

બગસરા ડેપો માંથી ઉપડતી બગસરા રાજકોટ તેમજ બગસરા મેંદરડા જેવા ભરચક ટ્રાફિક રહેતા રૂૂટો કાપી નાખવામાં આવતા પેસેન્જરો રજળી પડ્યા હતા. જયારે બગસરા વિછિયા તેમજ બગસરા રાજકોટ વાયા જેતપુર જેવા અનેક રૂૂટો બંધ કરવામાં આવતા ડેપો મેનેજરની મનમાની કરી અનેક રૂૂટો બંધ કરવામાં આવ્યા હતા. જયારે ગઈ કાલના બગસરા ભાવનગર,બગસરા જૂનાગઢ,બગસરા દલખાણીયા જેવા રૂૂટો બંધ કરેલ હતા. ત્યારે અનેક મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા. જયારે આજે સવારની 5:30 કલાકે ઉપડતી બગસરા રાજકોટ વાયા જેતપુર અને સવારે 7 કલાકે ઉપડતી બગસરા રાજકોટ તેમજ સવારે 8 કલાકે ઉપડતી બગસરા મેંદરડા જેવા રૂૂટો બંધ કરવામાં આવતા પેસેન્જરો દ્વારા પૂછપરછ ઓફીસનો ઘેરવ કરવામાં આવ્યો હતો. અને તમામ લોકોએ રોષ ભેર ઘેરવો કરેલ હતો અને ડેપો મેનેજર તેમજ ભાજપની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

આ ભાજપની સરકારએ આવા અધિકારીઓ મુકતા લોલમ લોલ ચલાવી રહેલ છે. તેમજ આવા અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી. જયારે આવા અધિકારીઓના લીધે ખાનગી વાહનોને પ્રોત્સાહન આપવમાં આવે છે અને કદાચ હપ્તા પણ લેવામાં આવતા હશે તેમજ અમારે દવાખાના તેમજ અમુક કામો સબર સમય સર પહોંચવું કેવી રીતે જયારે આની જવાબદારી કોની તેવાં અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા…

આ ડેપો દ્વારા જયારે પૂછવામાં આવતા કહેવામાં આવે છે કે કેમ બસો બંધ રાખવામાં આવે છે ત્યારે ફક્ત એક જ જવાબ આપવામાં આવે છે કે સ્ટાફ નથી ઘટે છે પરંતુ હાલમાં અમુક ડ્રાયવર તેમજ કંડેક્ટરને અન્ય કામગીરીમાં મુકવામાં આવે છે. તો જો આવું કરવામાં ના આવેતો જે કાયમી ચાલતા રૂૂટો ચાલુ રાખી શકાય તેમજ નવા રૂૂટો પણ ચાલુ કરી શકાય જયારે આવા 8 થી 10 વ્યકતિઓને બીજી અન્ય કામગીરીમાં મુકવામાં આવે છે.જયારે હકીકતમાં અહીંયા ખાલી પડેલી જગ્યા ઉપર આવા ડ્રાયવરો અને કંડક્ટરોને મુકવામાં આવે છે અને પોતાના કામ કરી શકે અને બેઠા બેઠા પગાર લઇ શકે જયારે આવીડેપો મેનેજરની મીલીભગતથી પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો આવી ઘોર બેદરકારી દાખવાતા અધિકારી ઉપર ઉચ્ચ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Tags :
bagasrabagasranewsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement