બગસરા પાલિકાએ છેલ્લા 20 વર્ષમાં મિલકત ટ્રાન્સફર ફીના નામે કરી કરોડોની ઉઘરાણી
વહીવટદારોએ મિલકત ટ્રાન્સફર ફી ફિકસને બદલે એક ટકા ઉઘરાણી કરી શહેરીજનોના ખીસ્સા ખંખેર્યા
બગસરા શહેરના લોકોની મિલકત ટ્રાન્સફર ફી બગસરા નગરપાલિકા દ્વારા વસુલાત કરાતી હતી તે બાબતનું એક સત્ય છે કે બગસરા નગરપાલિકા પાસે આવો કોઈ પુરાવો નથી કે આ મિલકત ટ્રાન્સફરથી વસૂલાત કરી શકે નથી કાર્યાલય કોઈ આદેશ નથી સરકારના કોઈ આદેશ વગર કારણે બગસરાની પ્રજાની ઉપર આ અધિકારીઓ દ્વારા પદાધિકારીઓ દ્વારા વગર કારણે બોજો નાખી અને વસુલાત કરેલ છે ગુજરાતના બીજા નગરપાલિકાઓમાં મિલકત ટ્રાન્સફર વેરા બાબતે ફિક્સ રૂૂપિયા 250 થી 500 લેવામાં આવે છે આ સત્ય છે કે બગસરાની પ્રજા ભોળી છે કોઈ જ પ્રકારની કોઈ હુકમ આજદી સુધી કોઈએ માંગેલા નથી તેમ છતાં આ નગરપાલિકા આ મિલકત ટ્રાન્સફર ફી માં ફેરફાર બાબતે ધારાસભ્ય જે.વી. કાકડીયા તેમજ કૌશિકભાઈ વેકરીયા દ્વારા આ મિલકત ટ્રાન્સફર ફીને ફિક્સ રકમમાં કરી આપવામાં આવેલ હતી તે સંદર્ભે પ્રાદેશિક કમિશનર દ્વારા એક ટકો થી ઘટાડીને મિલકત ટ્રાન્સફર ફી ફિક્સ રકમમાં કરવામાં આવેલ હતી તે બાબતે પ્રાદેશિક કમિશનર ભાવનગર દ્વારા કલમ 258 એક મુજબની કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી જે કોઈ લોકોની એક કરોડની મિલકત હોય તો નગરપાલિકા એ તેની પાસેથી ₹1,00,000 એક ટકા લેખે વસૂલ્યા હતા આવો કોઈ નિયમ કે કોઈ પ્રાદેશિકમાં તેનો હુકમ નથી.
2005 માં વહીવટદાર પીસી ઠાકોર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ આ બાબતે વડી કચેરીએ અને સરકારમાં પૂર્ણ રીતે બગસરા ના લોકોને મિટિંગ કરી વિશ્વાસમાં લઈને આ ઠરાવ કરવો જોઈએ પરંતુ તે બાબતે કાંઈ કરવામાં ન આવ્યું હતું અને 20 વર્ષ થયા બગસરા વાસીઓના પાસેથી મિલકત વેરાના નામે ખિસ્સા ખંખેરીયા હતા આ બાબતે હવે બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડીયલ તથા નિલેશભાઈ દેસાણી રજૂઆતના પગલે મિલકત ટ્રાન્સફર ફી બાબતે પ્રાદેશિક કમિશનર ભાવનગર યોગ્ય કાર્યવાહી કરશે તેવી તેમની ભલામણ અને અપેક્ષા છે.