રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકાધીશ મંદિરે તા.19મીએ બડા મનોરથ- છપ્પન ભોગ મહોત્સવ

11:27 AM Jan 09, 2025 IST | Bhumika
Advertisement

મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા આયોજન: ધ્વજારોહણ, વિવાહ ખેલ સહિતના વિવિધ મનોરથ યોજાશે

Advertisement

છોટીકાશી જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલ તથા મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત દ્વારકાધીશનાં પ્રાચીન મંદિરમાં તા. 19/1/2025 ને પોષ વદ પાંચમને રવિવારે સાંજે 4 થી 9 દરમ્યાન બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.પુષ્ટી સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત દ્વારકાપુરી મંદિરમાં પુષ્ટી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તથા મોટી હવેલીનાં ગાદિપતિ પૂ.પા.ગો.108 હરીરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પૂ.પા.ગો. 108 વલ્લભરાયજી મહોદયનાં માર્ગદર્શન હેઠળ મુખ્યાજી રમેશભાઇ દ્વારા પ્રથમ વખત દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.તા. 19/1 ને રવિવારે સાંજે 4 થી 9 દરમ્યાન વૈષ્ણવોને છપ્પન ભોગનાં દર્શનનો લાભ મળશે. મહોત્સવમાં મોટી હવેલીનાં પૂ.પા.ગો.વલ્લભરાયજી મહોદયનું સાંનિધ્ય તથા દર્શનનો લાભ મળશે. તેમજ આણદાબાવા સેવા સંસ્થાનાં મહંત દેવપ્રસાદજીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ મહોત્સવને અનુલક્ષીને તા. 17/1 ને શુક્રવારે સવારે નૂતન ધ્વજારોહણ તથા સાંજે વિવાહ ખેલ મનોરથ અને તા. 18/1 ને શનિવારે બપોરે પણ નૂતન ધ્વજારોહણ મનોરથ યોજાશે.

છપ્પન ભોગ મહોત્સવમાં વિવિધ જનપ્રતિનિધિઓ અર્થાત સત્તાધીશો સહિતનાં નેતાઓ તેમજ વિવિધ સમાજનાં અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ અતિથી થશે અને પુષ્ટી સંપ્રદાયનાં આ અનેરા ઉત્સવનો પુણ્યલાભ પ્રાપ્ત કરશે. છપ્પન ભોગ મહોત્સવ દરમ્યાન પાર્કીંગની વ્યવસ્થા રામબાગ, ભાટીયા મહાજન વાડી, ખંભાળીયા ગેઇટ પાસે રાખવામાં આવી છે.વડીલ વૈષ્ણવો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. છપ્પન ભોગ મહોત્સવનાં અલૌકિક દર્શનનો લાભ લેવા સમગ્ર હાલારનાં વૈષ્ણવોને મુખ્યાજી રમેશભાઇ તથા છપ્પન ભોગ મહોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.વધુ માહિતી માટે મુખ્યાજી રમેશભાઇ (મો. 94295 57045) પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Tags :
dwarkadhis templegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement