રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બી-ડિવિઝન પોલીસે 8.70 લાખના 60 મોબાઇલ પરત કર્યા

04:15 PM Aug 08, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

થોરાળા પોલીસે 10 અરજદારોને સાયબર ફ્રોડમાં ગુમાવેલા 1.69 લાખ પરત અપાવ્યા

રાજકોટમાં ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ અંગે જે તે અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હોય જેમાં પોલીસ તપાસ કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ પોલીસ પરત અપાવી રહી છે. ત્યારે બી ડીવીઝન પીઆઈ એસ.એમ.જાડેજા અને ટીમે ઈઊઈંછ પોર્ટલનો ઉપયોગ કરી 8,70,709 રૂૂપિયાની કિંમતના 60 મોબાઈલ અને એક 15 હજારનું બાઈક મૂળ માલિકને પરત અપાવ્યા હતા.તેમજ બે મહિના દરમિયાન સાયબર ફ્રોડ થયું હોય તેવી અલગ અલગ પાંચ અરજીઓમાં કોર્ટ મારફતે રિફંડ પ્રોસેસ કરાવી રૂૂ.2.24 લાખ મૂળ માલિકને પરત અપાવ્યા હતા.

તેમજ રાજકોટમાં લોકોને ભોળવી ગઠિયાઓ રોકડ પડાવી લેતા હોય છે ત્યારે થોરાળા પોલીસે 10 અરજદારોને 1,69,574 રૂૂપિયા પરત અપાવ્યા છે જેમાં અશોકભાઈને 35,120, ધવલને 26,998, નરેશને25મ447, કિરીટને 24,998, પલ્લવીબેનને 17,511, સવશીભાઈને 17 હજાર, જયેશભાઈને 9500, હુસેનભાઈને 6 હજાર,અક્ષને 5 હજાર અને સમીરને 2000 પરત અપાવ્યા હતા.

Tags :
B-Division Policegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement