For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બી ડિવિઝન પોલીસે 7.97 લાખના 52 મોબાઇલ, ફ્રોડમાં ગયેલી 2.20 લાખની રોકડ અરજદારને કરી પરત

04:49 PM Mar 27, 2024 IST | Bhumika
બી ડિવિઝન પોલીસે 7 97 લાખના 52 મોબાઇલ  ફ્રોડમાં ગયેલી 2 20 લાખની રોકડ અરજદારને કરી પરત

ગુજરાત સરકારના કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ વડા વિકાસ સહાય અને પોલીસ અધિકારીઓ દ્વારા ગુજરાત રાજય ગાંધીનગરના તેરા તુજકો અર્પણ ઝુંબેશ હેઠળ રાજકોટ શહેરના બી-ડીવીઝન પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતગર્ત બી-ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ એસ.એમ.જાડેજાની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકોની હાજરી હતી. જેમાં છેલ્લા ત્રણેક માહિનામાં રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ખોવાયેલા મોબાઇલની કરવામાં આવેલી અરજી પરથી ‘CEIR’ પોર્ટલ અને ખાનગી બાતમીદોરોની મદદથી સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ‘CEIR’ પોર્ટલનો ઉપયોગ કરી રૂા.7,97,500નાં કુલ 52 મોબાઇલ શોધી અને રીકવર કરવામાં આવ્યાં હતાં. આ મોબાઇલના માલીકોને પરત કરવામાં આવ્યાં હતાં.

Advertisement

તેમજ છેલ્લા બે મહિના દરમિયાન સાયબર ક્રાઇમ ફ્રોડમાં ગયેલા અલગ-અલગ અરજીમાં ફ્રીઝ થયેલા ખાતામાંથી રકમ રીકવર કરી આઠ અરજદારને કોર્ટ મારફતે રીફન્ડ કરાવી કુલ રૂા.2.20 લાખની રકમ પરત અપાવી હતી. તેમજ બી-ડીવીઝન પીઆઇ એસ.એમ.જાડેજા અને સ્ટાફે અરજદારોને સાયબર ફ્રોડ અંગે લોકોને સાવચેત રહેવા મહીતી આપી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement