સોમનાથમાં આયુષ્માન કાર્ડ કેન્દ્ર દિવાળી પહેલાનું ઠપ
ભારતના વડાપ્રધાનની જન આરોગ્ય યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક દસ લાખની આરોગ્ય સારવાર માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં છે જેનો પ્રચાર-પ્રસાર અને સભાઓમાં ઉલ્લેખ તાળીઓના ગગડાટથી ગજવાય છે. તેવા જનતાને આયુષ્ય કાર્ડ કાઢવા માટે પ્રભાસ-પાટણ સામુહિક આરોગ્ય કેંન્દ્રમાં ખાસ કેંન્દ્ર ખુલવામાં આવ્યુ છે આરોગ્ય કેંન્દ્રના ઉપલા માળે રૂમ નંબર 107 માં ખોલાયેલ એ કેંન્દ્ર સાવ શોભાના ગાંઠીયા જેવું જ છે પ્રથમ તો ખાટલે મોટી ખોટ એ છે કે કોમ્પ્યુટર કામ કરવા માટે આ કેંન્દ્રનું આઇ.ડી. જ બ્લોક છે.
જેથી કોઇ જ કામગીરી થતી જ નથી માત્ર બોર્ડ જોઇને જ સંતોષ-હતાશા માનવી પડે છે. તે માટે નિમણુક કરાયેલ કર્મચારી તો આવે જ છે પણ ટેકનીકલ ખામી દુર કરવામાં અક્ષ્મય બેદરકારી પ્રજા પ્રત્યે નિષ્કાળજી દાખવવાને કારણે આઇ.ડી. બંધ છે. દિવાળી પહેલાંથી જ કાર્ડ કાઢવાનું સાવ બંધ જ છે.
સરકારે પ્રચાર-પ્રસારમાં જણાવ્યું છે કે 70 વર્ષથી વધુની વયના વડિલો માત્ર આધાર કાર્ડ રજુ કરે એટલે તુરત આયુષ્યમાન કાર્ડ નીકળી જાય પણ આ કેંન્દ્ર તો એવું છે કે જે કામ જ નથી કરતું એથી આયુષ્ય પુરું થઇ જાય તો પણ કદાચ અહીંથી કાર્ડ નીકળે તેમ લાગતું નથી. પોપટ વાકય એક જ આઇ.ડી. બ્લોક છે. જવાબદાર તંત્ર ધ્યાન દોરતું નથી ઉપરવાળું તંત્ર દેખરેખ રાખતું નથી કેંન્દ્ર ઉપર જોઇએ તો આશ્ર્વાન-સલાહ વિનય-વિવેક વર્તાવ બધું યે મળે છે પણ કાર્ડ તો નહીં પ્રજા પીડા દૂર કરો ભાઇ.