દેવભૂમિ જિલ્લાના ચૂર અને ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટીફિકેટ
કલ્યાણપુર તાલુકાના રાજપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ચુર આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ ભાણવડ તાલુકાના મોડપર પી.એચ.સી.નું ટીંબડી આયુષ્માન આરોગ્ય મંદિર રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા છે. આરોગ્યની ઉત્તમ સેવાના માપદંડ માટેનો નેશનલ કવોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ એટલે કે ગચઅજ સર્ટિફિકેટ આ કેન્દ્રોને મળ્યું છે.
આ બન્ને કેન્દ્રો દ્વારા 12 પ્રકારની સેવાઓ ઉત્તમ રીતે આપવામાં આવી રહી છે. આ સાથે ચુર કલ્યાણપુર તાલુકાનું પ્રથમ તેમજ ટીંબડી ભાણવડ તાલુકાનું પ્રથમ કેન્દ્ર બન્યું છે જે 12 સેવા અંતર્ગત ઉત્તીર્ણ થયું છે.
આ સફળતા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા, ક્વોલિટી ઓફિસર ડો. પ્રકાશ ચાંડેગ્રા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. હિમાંશુ જોશી તેમજ ચુર આરોગ્ય મંદિર, રાજપરા આરોગ્ય કેન્દ્ર, ટીંબડી આરોગ્ય મંદિર તેમજ મોડપર આરોગ્ય કેન્દ્રની ટીમ તેમજ ક્વોલિટી પ્રોગ્રામ માટેના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.