રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ 2016ના ઉત્કૃષ્ઠ અમલીકરણ માટે એવોર્ડ

04:33 PM Dec 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યના તમામ નાગરીકોની જેમ જ દિવ્યાંગજનોને પણ તમામ અધિકારો આપવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. દિવ્યાંગજનો અધિકારોના અમલીકરણ માટે દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ 2016 અમલી છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી દ્વારા ગુજરાતમાં આ અધિનિયમના ઉતકૃષ્ઠ અમલીકરણ માટે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્તનો વર્ષ 2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી દિવ્યાંગ વ્યક્તિઓ માટે નડિમ્ડ સિવિલ કોર્ટથ તરીકે કામ કરે છે. જેમાં દિવ્યાંગજનોને લગતી પ્રવેશ, ભરતી, બદલી, અનામત,પેન્શન, જમીન ફાળવણી, રોજગાર, અભ્યાસ અને દિવ્યાંજનોના અધિકારોનો ભંગ થાય તેવા દરેક કિસ્સામાં અન્યાય સંબંધિત અરજદારની ફરિયાદો તેમજ આ કોર્ટ દ્વારા જાતે સુઓ મોટો કેસ દાખલ કરી તેનું ઝડપી નિરાકરણ આપવાની સત્તા ધરાવે છે. દિવ્યાંગ વ્યક્તિઓની સુવિધા માટેની આ કોર્ટ દ્વારા ઓફલાઈન તેમજ ઓનલાઇન એમ બંને રીતે કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે. આ કચેરી દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ 1096 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં વલસાડ, ગોધરા, હિંમતનગર- સાબરકાંઠા, પાલનપુર- બનાસકાંઠા, રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા તથા ભુજ- કચ્છ જિલ્લાઓમાં મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવે છે. મોબાઇલ કોર્ટની સાથે દિવ્યાંગ સર્ટિફિકેટ માટે મેડિકલ કેમ્પ, સ્વરોજગાર અને લોન સહાયની જાણકારી પણ આપવામાં આવે છે.

Tags :
Awardgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement