For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળની સગીરા બળાત્કાર પ્રકરણમાં અંતે નોંધાતો ગુનો

11:42 AM Mar 15, 2024 IST | Bhumika
શાપર વેરાવળની સગીરા બળાત્કાર પ્રકરણમાં અંતે નોંધાતો ગુનો
  • પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયેલા પરિવારને નગ્ન કરી મારમારી બળજબરીથી સમાધાનના કાગળમાં સહી કરાવી લીધી’તી : હાઈકોર્ટમાં રીટ કરતાં અંતે શ્રમિક પરિવારની ફરિયાદ સાંભળી : આરોપી ભૂર્ગભમાં ઉતરી ગયો

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઔદ્યોગિક વસાહત શાપર વેર્ાવળમાં રહેતા શ્રમિક પરિવારની સગીર વયની પુત્રી પર ભાઈના મિત્રએ અવારનવાર ધાક ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ કરવા ગયેલા શ્રમિક પરિવારને પોલીસે નગ્ન કરી માર મારી બળજબરીથી સમાધાનના કાગળોમાં સહી કરાવી લીધાની હાઈકોર્ટમાં રીટ કરવામાં આવતાં અંતે હાઈકોર્ટના આદેશથી શાપર વેરાવળ પોલીસે શ્રમિક સગીરા પર દુષ્કર્મ આચરનાર યુવાન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

આ ઘટના અંગેની જાણવા મળતી સિલસિલાબંધ વિગતો મુજબ, શાપર વેરાવળમાં રહેતા શ્રમિક પરિવારની 17 વર્ષની પુત્રી 11-2-2024નાં રાત્રે ઘરે સુતી હતી ત્યારે સુરજ ઉર્ફે સુરેશ વિનોદભાઈ કામેતા નામનો પરપ્રાંતિય શખ્સ ઘરમાં ઘુસી સગીરા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતાં પરિવારજનોએ રંગેહાથ પકડી લીધો હતો.ત્યારબાદ સગીરાની પરિવારજનોએ પુછપરછ કરતાં ભાઈના મિત્ર સુરજ ઉર્ફે સુરેશ નામનો શખ્સ છેલ્લા છ મહિનાથી અવારનવાર ભાઈનું અપહરણ કરી બિહાર લઈ જઈ મારી નાખવાની ધમકી આપી સગીરા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાનું બહાર આવતાં પરિવારજનો તા.12-2-2024નાં શાપર વેરાવળ પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ નોંધાવવા ગયા હતાં. પરંતુ પોલીસે ગુનો દાખલ કરવાના બદલે શ્રમિક પરિવારને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી નગ્ન કરી માર મારી બળજબરીથી સમાધાનના કાગળો પર સહી કરાવી લીધી હતી. સ્થાનિક પોલીસ તરફથી ન્યાય નહીં મળતા બીજા દિવસે શ્રમિક પરિવાર જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરવા ગયા હતાં. પરતુ ત્યાં પણ આખો દિવસ બેસાડી રાખ્યા હતા અને પોલીસ વડાને મળવા દીધા ન હતાં.

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવારજનો પર પોલીસે દમન આચર્યાનું જાણીતી સંસ્થાને માહિતી મળતાં ભોગ બનનાર પરિવારની વહારે એનજીઓ આવી હતી અને તેમની રજૂઆત સાંભળ્યા બાદ પુરાવા મેળવી હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. જેના પગલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડા તેમજ સ્થાનિક પોલીસને નોટિસ ઈસ્યુ કરી 15મી તારીખે હાજર રહેવા હુકમ કર્યો હતો.હાઈકોર્ટના હુકમના પગલે શાપર વેરાવળ પોલીસે દુષ્કર્મનો ભોગ બનેંલી સગીરાના પિતાની ફરિયાદ પરથી શાપર વેરાવળમાં જ રહેતા બિહારી શખ્સ સુરેશ ઉર્ફે સુરજ વિનોદભાઈ કામેતા નામના શખ્સ સામે પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

શાપર વેરાવળ ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની ફરિયાદ નોંધવાના બદલે પોલીસે શ્રમિક પરિવારને પોલીસ સ્ટેશનમાં નગ્ન કરી માર મારી સમાધાનના કાગળ પર બળજબરીથી સહી કરાવી લીધી હતી. જે સમગ્ર ઘટનાનો ‘ગુજરાત મિરર’ પર્દાફાશ કર્યો હતો. જે અહેવાલ તા.12-3-2024ના પ્રસિધ્ધ કરાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement