For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો તા.12 નવેમ્બરથી મંગલમય પ્રારંભ

03:45 PM Oct 02, 2024 IST | Bhumika
ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો તા 12 નવેમ્બરથી મંગલમય પ્રારંભ
Advertisement

ગિરનાર તળેટી ખાતે ઉતારા મંડળ ભવનાથ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં સનાતન હિન્દુ સંસ્કૃતિની જાળવણી અને પરંપરા નિભાવવી પ્રાથમિક ફરજ અને દાયિત્વ છે, ત્યારે ઉતારા મંડળ ભવનાથ દ્વારા ભક્તજનો માટે, ગિરિવર ગિરનારની લીલી પરિકમાની તારીખ અને તિથિથી શરૂૂ થશે તે નક્કી કરવામાં આવ્યું હતું.

પરિક્રમા કારતક સુદ અગિયારસને મંગળવાર તારીખ 12 નવેમ્બર 2024 ના રોજ સાધુ-સંતો, પદાધિકારીઓ, ઉતારા મંડળ ભવનાથ, અધિકારીઓ અને ભાવિક ભક્તોની હાજરી સાથે શુભારંભ કરવામાં આવશે, અને લીલી પરિક્રમાની પૂર્ણાહુતી કારતક સુદ પૂનમને શુકવાર તારીખ 15 નવેમ્બર 2024 ના રોજ પૂર્ણ થશે. આ વર્ષે પણ ચૌદશનો ક્ષય હોવાથી પરિક્રમા ચાર જ દિવસની રહેશે. ઉતારા મંડળ દ્વારા એક મહત્વની એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે, પરિક્રમાને લગતી દર વર્ષે તંત્ર બેઠક બોલાવે છે, પરંતુ આ વર્ષે આયોજન માટેની મિટિંગ આ વખતે વહેલી રાખવા જણાવ્યું છે, કારણ કે, ગયા વર્ષે લીલી પરિકમાની મિટિંગ થોડી મોડી રાખેલ હતી માટે ઉતારા મંડળ અને તંત્રને બહુ અગવડ ઊભી થયેલ, માટે મિટિંગનું આયોજન નવરાત્રી અને દીપાવલીના વચ્ચેના સમયમાં બોલાવાય તો, ઉતારા મંડળ, આવનાર પરિક્રમાર્થીઓ તંત્ર અને સરકારને અગવડ ના પડે અનેબધી તૈયારીઓ સમયસર કરી શકે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement