For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉમરપાડામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 14 ઈંચ

11:28 AM Jul 15, 2024 IST | Bhumika
ઉમરપાડામાં આભ ફાટ્યું  4 કલાકમાં 14 ઈંચ
Advertisement

સવારે 6 થી 8 વચ્ચે 4 અને 8 થી 10 વચ્ચે વધુ 10 ઈંચ વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ, ગરૂડેશ્ર્વરમાં પણ 6 ઈંચ વરસાદથી પાણી પાણી

Advertisement

દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારે 6 વાગ્યાથી ઉમરપાડા, નેત્રંગ, ગરૂડેશ્ર્વર અને તિલકવાડા સહિતના વિસ્તારોમાં આભ ફાટયું હોય તેમ સવારે 6 થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં જ અંધાધૂંધ વરસાદ પડી જતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાયેલ છે અને નીચાણવાળા વિસ્તારમાં કમરડૂબ પાણી ભરાઈ જતાં બચાવ રાહત કાર્ય હાથ ધરાયું છે.

મળતી માહિતી મુજબ ઉમરપાડામાં સવારે 10 વાગ્યા સુધીમાં પુરા થતાં ચાર કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. સવારે 6 થી 8 વચ્ચે અહિં 4 ઈંચ વરસાદ પડયા બાદ સવારે 8 થી 10 વચ્ચે સાબેલાધારે 10 ઈંચ વરસાદ ત્રાટકી જતાં આખુ ઉમરપાડા ડૂબડુબા થઈ ગયું હતું અનેક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. લોકોએ છત ઉપર આસરો લેવો પડયો છે.

આ સિવાય નેત્રંગમાં પણ પ્રથમ ચાર કલાકમાં 6 ઈંચ તથા નર્મદા ગરૂડેશ્ર્વરમાં પણ ચાર કલાકમાં છ ઈંચ વરસાદ ખાબકયો છે. જ્યારે તિલકવાડામાં 4 ઈંચ નાંદોદમાં દોઢ ઈંચ વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે.ખાસ કરીને સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લા ઉપર અપરસાયકલોનીંક સકર્યુલેશન સ્થીર થયું હોય તેમ ઉમરપાડા, નેત્રંગ, તેલકવાડા અને ગરૂડેશ્ર્વર સહિતના વિસ્તારોમાં અંધાધુંધ વરસાદ પડી રહ્યો છે. બચાવ રાહત માટે એનડીઆરએફની ટીમો પણ દોડાવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement