રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના લોકમેળા માટે આવતી કાલે પ્લોટ અને સ્ટોલની હરાજી

11:31 AM Aug 02, 2024 IST | admin
Advertisement

સ્ટોલનો ડ્રો પણ યોજાશે

Advertisement

રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે લોકમેળા સમિતિ દ્વારા તા. 24 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી અર્થે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અન્વયે વિવિધ પ્લોટ અને સ્ટોલની હરાજી અને ડ્રો તા. 3 ઓગસ્ટને શનિવારે કરવામાં આવશે. જેમાં કેટેગરી-ઇ રમકડાં, કેટેગરી-ઈ ખાણીપીણી, કેટેગરી-ઉં મધ્યમ ચકરડી અને કેટેગરી-ઊં નાની ચકરડીનો ડ્રો સવારે 11 કલાકે કરવામાં આવશે. તેમજ કેટેગરી-અ ખાણીપીણી, કેટેગરી-ઇ1 કોર્નર ખાણીપીણી, કેટેગરી-ડ આઈસ્ક્રીમ, કેટેગરી-ણ ટી-કોર્નર, કેટેગરી-ઊ યાંત્રિક, કેટેગરી-ઋ યાંત્રિક, કેટેગરી-ૠ યાંત્રિક અને કેટેગરી-ઇં યાંત્રિકની હરાજી બપોરે 12-30 કલાકે યોજાશે. આ હરાજી અને ડ્રો નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-1, જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડ, મીટીંગ રૂૂમ ખાતે યોજાશે, તેમ પ્રાંત કચેરીની યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newslokmelalokmela2024rajkotrajkot news
Advertisement
Next Article
Advertisement