For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટરસાઈકલની નવી સીરિઝનું તા.20/8/24થી થશે ઓક્શન

12:04 PM Aug 13, 2024 IST | Bhumika
મોટરસાઈકલની નવી સીરિઝનું તા 20 8 24થી થશે ઓક્શન
Advertisement

ગોલ્ડન, સિલ્વર નંબર માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં નવી મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી જીજે 03 એનઆર સીરિઝનું ઓક્શન તા.20/8/2024થી શરૂ કરવામાં આવનાર હોઇ જીજે 03 એનઆર તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી onlinehttp://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓક્શનમં ભાગ લઇ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. જેની નોંધ લેવી.

Advertisement

રજીસ્ટ્રેશન માટે અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવું. વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સાર્વિસ પર ક્લિક કરવું. ત્યાર બાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઇ.ડી. બનાવવું. આઇ.ડી. બનાવ્યા બાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઇન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછામાં ઓછ ફી ભરવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ પાંચ દિવસમાં હરાજીની બાકીની રક્મ ભરવી. હરાજીની ર્કમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીએથઈ એપૂઅલ લઇ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.
મોટર સાયકલની સીરિઝ જીજે 03 એનઆર તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઇન ઓક્શન થશે. ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માટે તા.20/08/2024 સાંજે 4 ક્લાકથી તા.27/8/24 સાંજે 4 ક્લાક સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.

તેમજ તા.27/8/24 સાંજે 4:01 ક્લાકથી તા.29/8/24ના સાંજે 4 ક્લાક સુધી ઓનલાઇન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.29/8/24 સાંજે 4:15ના રોજ પરિણામ ઓનલાઇન જાહેર થશે. વાહન વેંચાણ તારીખથી 7 દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement