For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

05:15 PM Sep 10, 2024 IST | Bhumika
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
Advertisement

ગોંડલના માર્કેટ યાર્ડમાં તાજેતરમાં 600 થી 700 કિલો/મણ ચાઈનીઝ લસણ કોઈએ ઘુસાડયાની વાતના સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશમાં પડઘા પડયા છે. આવા ચાઈનાના લસણનાં વિરોધમાં અગાઉ આજનાં દિવસે તમામ માર્કેટ યાર્ડોમાં એક દિવસ પુરતી લસણની હરાજી બંધ રાખવાના એલાન/હડતાલને પ્રચંડ સમર્થન મળ્યું છે.
ઠેર ઠેર માર્કેટ યાર્ડોમાં ખેડૂતો, વેપારીઓએ ચાઈનીઝ લસણનો ઉગ્રાવેશે વિરોધ વ્યકત કરાયો હતો અને સૌએ એકીસુરે ચાઈનીઝ લસણ આવ્યું કયાંથી ? કોણે ઘુસાડયું ? કોણે મંગાવ્યું ? અને હજી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચાઈનીઝ લસણનો જથ્થો કયાં પડયો છે કે સંતડાયો છે ? તે તમામ પ્રશ્ર્નોની તપાસ માંગી છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ આજે લસણની હરાજી બંધ રાખીને વેપારીઓ, ખેડૂતોએ ચાઈનીઝ લસણનો વિરોધ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસીએશનનાં પ્રમુખ અતુલ કામાણીએ ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું કે, ચાઈનામાંથી ઓછા ભાવે લસણ મેળવી આપણાં દેશમાં વધુ નફો કમાઈ લેવાની લાલચે જે પણ કોઈની ચાઈનાના લસણના ખરીદ-વેંચાણ સાથે સંડોવણી હોય તેવા લોકો, ખેડૂતો, વેપારીઓને બહાર લાવવા જોઈએ. તેમણે ઉમેર્યુ કે વાયા અફગાનિસ્તાન થઈને ભારતમાં ચાઈનીઝ લસણ ઘુસાડાઈ રહ્યું છે. સરકારે તાત્કાલીક પગલાં લઈને ચીની લસણનાં આક્રમણને રોકવું જોઈએ.

Advertisement

ચીની લસણમાં લાંબા ગાળે ઝીણી જીવાત નીકળે છે : વેપારીઓ
રાજકોટના કમિશન એજન્ટ વેપારી કિશોરભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે વિદેશથી ચોરી છુપીથી દેશમાં ઘુસાડાતા ચાઈનીઝ લસણનું આયુષ્ય લાંબા નથી. ખાવાલાયક નથી. લેબારેટરીમાં ટેસ્ટ કરાવાય તો ઝીણી જીવાત નિકળતી હોવાનું જાણકારોનું તારણ છે. ગોંડલ વેપારી એસો.ના પ્રમુખ યોગેશ કયાડાએ જણાવ્યું હતું કે,સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા ચાઈનીઝ લસણમાંથી ભૂતકાળમાં કેમીકલ અને ભયંકર ફંગલ નિકળ્યાનાં દાખલા છે. જો આ લસણનું વાવેતર કરવામાં આવે તો જમીન પણ બગાડી નાખે છે.

પ્રતિબંધિત ચાઈનીઝ લસણનાં દેશમાં ક્ધટેનરો ઠલવાતા હોવાનો આક્ષેપ
ગોંડલના અન્ય વેપારીઓ મનિષ સાવલીયા અને ખેડૂત ગીરીશભાઈ ગોંડલીયાએ આક્ષેપો કરતાં કહ્યું કે 2006ના વર્ષથી ચાઈનાના લસણનો પ્રતિબંધ હોવા છતાં દેશમાં ક્ધટેઈનર મોઢે લસણ ઠલવાય છે, ઘુસાડાય છે, આ વાતની તપાસ થવી જોઈએ. કળીમાં મોટુ દેખાતા આ લસણથી મહિલા વર્ગ આર્કષાય છે પણ ખતરનાક હોવાનું જાણકારોનું અનુમાન નકારવું અનુચિત છે. અમુક જાગૃત વેપારીઓએ તો ત્યાં સુધી કહ્યું છે દેશના દરેક લોકોના આરોગ્યને જોખમમાં મુકવા, અને વાયરસ જેવી ફંગલ દ્વારા શરીર સુધી પહોંચાડવાનું આ કૃત્ય લસણ દ્વારા આચરાતું હોવાનો આક્ષેપ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement