ફટાકડા સ્ટોલના 35 પ્લોટની હરાજી સંપન્ન, મનપાને 44.32 લાખની આવક
હરાજીમાં 82 વેપારીઓએ ભાગ લીધો, 10 દિવસ ભાડેથી અપાયા
દિવાળીના તહેવારોના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.07-10-2025ના રોજ ફટાકડા સ્ટોલ માટેની જાહેર હરરાજી યોજવામાં આવેલ હતી. જેમાં આઠ સ્થળ ખાતે ફટાકડાનાં સ્ટોલ આપવા માટે હરરાજી યોજાઈ (1) પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના ગ્રાઉન્ડ ખાતે 4 સ્ટોલ, (2) નાનામવા સર્કલ ખાતે 4 સ્ટોલ, (3) અમીન માર્ગ કોર્નર ખાતે 5 સ્ટોલ, (4) રાજ પેલેસ સામેના ગ્રાઉન્ડ ખાતે 8 સ્ટોલ, (5) સુવર્ણ ભૂમિ પાસેના ગ્રાઉન્ડ ખાતે 5 સ્ટોલ, (6) સાધુવાસવાણી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે 1 સ્ટોલ, (7) રાજનગર મેઈન રોડ, ધરતી હોન્ડાના શો રૂૂમ સામેના ગ્રાઉન્ડ ખાતે 1 સ્ટોલ અને (8) ગંગોત્રી પાર્ક મેઈન રોડ ખાતે 7 સ્ટોલની હરરાજી યોજાઈ હતી. તમામ સ્થળ ખાતેનાં કુલ-35 સ્ટોલ ભાડે અપાયેલ છે. હરરાજીમાં કુલ-82 વ્યક્તિઓએ ભાગ લીધેલ હતો. આ કામે રાજકોટ મહાનગરપાલિકાને અંદાજીત રૂૂ.44.32 લાખ જેટલી આવક થશે. આ તમામ સ્ટોલ 15ડ્ઢ30નાં રહેશે અને તા.11 થી તા.20 ઓક્ટોબર (દસ દિવસ) સુધી ભાડે આપવામાં આવશે.