રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રૂડાની મુંજકા આવાસ યોજનાની 16 દુકાનોની તા.10મીએ હરાજી

04:43 PM Aug 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અરજદાર રૂડા કચેરીએ ડીડી અથવા ચેક જમા કરાવી શકશે

રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ પરિશ્રમ કો.ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી, સંસ્કૃતિ પાર્ટી પ્લોટ, ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્માણધિન 64 દુકાનો પૈકી કોમર્શીયલ-2 કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરની 16 દુકાનો (11 દુકાન 5 સ્ટોલ)ની જાહેર હરરાજી તા.10/09/2024ના રોજ યોજાશે. આ દુકાનોનો કારપેટ એરીયા 05.05 ચો.મી થી લઇ 14.29 ચો.મી સુધીનો છે. આ દુકાનો માટે અત્રેની કચેરી દ્રારા જાહેર હરરાજી તા.10/09/2024, સમય: સવારે 10:00 કલાકે સાઈટ પર રાખવામાં આવેલ છે. આ જાહેર હરરાજીમાં ભાગ લેવા માટે નાગરિકો દ્રારા તા.09/09/2024નાં રોજ સમય 3:00 વાગ્યા સુધીમાં ડી.ડી. અથવા ચેક અત્રેની કચેરીએ જમા કરાવી જાહેર હરરાજીમાં ભાગ લઇ શકશે. જાહેર હરરાજીની શરતો અને બોલીઓ અત્રેની કચેરીની વેબ સાઈટ www.rajkotuda.com પર જોવા મળશે.

Tags :
auctiongujaratgujarat newsMunjaka Awas Yojanarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement