ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોકમેળામાં હરરાજી-ડ્રો સંપન્ન, 143 સ્ટોલ ઘરજમાઇ

03:56 PM Jul 29, 2025 IST | Bhumika
Advertisement

રૂા.1.89 કરોડની આવક, મંડપ સર્વિસનું કામ 87 લાખમાં અપાયું

Advertisement

રાજકોટ ખાતે યોજાતા પારંપરિક લોકમેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. ગઇકાલે લોકમેળાના સ્ટોલની હરાજી અને ડ્રોની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેનાથી તંત્રને ₹1.89 કરોડની આવક થઈ છે. જોકે, હજુ પણ 143 સ્ટોલ ખાલી પડ્યા છે, જે અંગે આગામી એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

આ વર્ષના લોકમેળામાં સ્વચ્છતા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. કલેક્ટર દ્વારા ખાસ કરીને સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે. મેળામાં ચાર વિશેષ કંટ્રોલ રૂૂમ ઊભા કરવામાં આવશે, જેમાં કલેક્ટર વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, પોલીસ અને છઇ વિભાગના અધિકારીઓ તૈનાત રહેશે. કોઈ અનિચ્છનીય ઘટના તો તેમના 8 કરોડનો વીમો પણ લેવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે 24 જેટલા ટાવર ઊભા કરાશે, અને ત્રણ ખાસ વિશ્રામગૃહો પણ તૈયાર કરવામાં આવશે. કચરાના યોગ્ય નિકાલ માટે મોટી સંખ્યામાં કચરાપેટીઓ રાખવાનો આદેશ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ કલેકટર દ્વારા 100 જેટલા મામલતદાર તેમજ નાયબ મામલતદારને સ્પેશિયલ ઓર્ડર લોક મેળો માટે ઓર્ડર કરવામાં કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે

લોકમેળાના ઉદ્ઘાટન માટે કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
દરમિયાન રાજકોટમાં યોજાનાર લોકમેળાને લઈને લોકમેળા સમિતિ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂૂપે આજે બે મહત્ત્વપૂર્ણ ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા. આજે ઓપન થયેલા ટેન્ડરોમાં મંડપ સર્વિસનું ટેન્ડર ગણેશ મંડપને 87 લાખમાં આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ ટેન્ડર ગયા વર્ષની સરખામણીમાં 7% ઊંચા ભાવે અપાયું છે. બીજી તરફ, સિવિલ ટેન્ડર 18 લાખમાં આપવામાં આવ્યું છે. આશ્ચર્યજનક રીતે, આ ટેન્ડર ગયા વર્ષ કરતાં 18% નીચા ભાવે મળ્યું હોવાનું સામે આવ્યું છે.

15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી પડધરી ખાતે થશે
આ ઉપરાંત, આ વર્ષે 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટના પડધરી સ્થિત નવોદય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે. જેને લઈને પણ તંત્ર દ્વારા જરૂૂરી તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.

Tags :
gujaratgujarat newspublic fairrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement