રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હડમતિયા (બેટી)માં મહિલા સરપંચના પતિની હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ગુનો

04:43 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ નજીક હડમતીયા (બેટી) ગામમાં રહેતા મહિલા સરપંચના પતિ ભાવેશભાઈ રઘુભાઈ બાંભવા (ઉ.વ.31) પર તે જ ગામમાં રહેતા હરગોવિંદ કુબાવત, પરશુરામ કુબાવત અને હરગોવિંદના પત્ની ભારતીબેન કુબાવતે ચાર મહિના પૂર્વે થયેલા જૂના ઝઘડાનો ખાર રાખી ધોકા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ભાવેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે,તે વકીલ છે. તેના પત્ની પારૂૂલબેન છેલ્લા બે વર્ષથી ગામના સરપંચ છે.સવારે ઘરેથી ઓફિસ જવા નીકળ્યા ત્યારે ગામના ઝાપા પાસે આરોપી હરગોવિંદે મેં તને કીધું નથી કે તારે આ બાજુ આવવાનું નહીં કહી ગાળો દેવા લાગતા,તેને ગાળો દેવાની ના પાડી હતી. ઉશ્કેરાયેલા હરગોવિંદે તેના ઘરેથી ધોકો લઈ આવી આજે તો તને મારી જ નાખવો છે કહી હુમલો કર્યો હતો. તેને માથામાં લોહી નીકળવા લાગતા તેના ભાઈ મહેશ આવી જતાં વચ્ચે છોડાવવા પડતાં ત્રણેય આરોપીઓએ આજે તો તને જવા દેવો જ નથી કહી ફરીથી ધોકાથી હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.

બાદમાં 108માં તેને સિવિલમાં ખસેડાયા હતાં. પોલીસે જણાવ્યું કે ચારેક મહિના પહેલા આરોપી હરગોવિંદ સાથે તેના પત્ની ભારતીબેન આંગણવાડીમાં નોકરી કરતા હતા.પરંતુ તે નોકરીમાં સમયસર હાજર રહેતા ન હતા.તેમજ ગામમાં બનાવેલ સીસી રોડ તોડી નાખી નવું નળ કનેકશન લીધું હોવાથી તેને રિપેરિંગ કરવાનું કહેતાં ઝઘડો થયો હતો.જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.સામાપક્ષે હરગોવિંદ અરવિંદભાઈ કુબાવત (ઉ.વ.35)એ ભાવેશ બાંભવા અને મહેશ બાંભવા સામે ગાળો દઈ ધોકા અને પાઈપ વડે હુમલો કરી ઇજા કરી ધમકી આપ્યાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ભાવેશ વિરુદ્ધ અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે બાબતનો ખાર રાખી તેમણે પાઇપ વડે હુમલો કર્યો હતો.આ સામ સામે બનેલી ઘટનામાં ઘવાયેલા બે વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement