ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પેટ્રોલ પંપના બાથરૂમમાં પેશાબ કરવાની કેમ ના પાડી તેમ કહી હુમલો કર્યો

12:34 PM Jul 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જામનગર જિલ્લા નાં લાલપુર તાલુકા કાનાલુસ નજીક પેટ્રોલપંપ મા એક યુવાન ફરજ બજાવી રહ્યા હતા ત્યારે બે વાહનમાં ત્યાં આવેલા ત્રણ શખ્સે બાથરૂૂમ જવાની ના કેમ પાડી તેમ કહી હુમલો કરી ઓફિસ તથા બાથરૂૂમમાં તોડફોડ કરી હતી .અને આ યુવાનને ધમકી આપી હતી.જે અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવી છે.

લાલ5ુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા અનોપસિંહ રાજુભા જાડેજા ગઈકાલે બપોરે કાનાલુસ ગામ નજીક લેબર કોલોની-8 ના ગેઈટ નજીક રિલાયન્સ જિઓ બીપી પેટ્રોલપંપ પર નોકરીના સ્થળે હાજર હતા. ત્યારે એક બાઈક તથા એક્ટિવામાં આવેલા મેઘનુગામ ના વિજયસિંહ વિક્રમસિંહ જાડેજા તથા જામનગર ના મયુરસિંહ ઘનુભા ચાવડા અને લાલભા દરબારે ઝઘડો કર્યો હતો. આ શખ્સોએ અમે સવારે પેટ્રોલ ભરાવવા આવ્યા ત્યારે બાથરૂૂમના દરવાજા પાસે બાથરૂૂમ કરવાની કેમ ના પાડી તેમ કહી બોલાચાલી શરૂૂ કર્યા પછી લાલભા એ ત્યાં પડેલો ધોકો ઉપાડી પંપની ઓફિસમાં તોડફોડ કરી હતી અને અનોપસિંહને ઢીકાપાટુથી માર માર્યો હતો. જ્યારે મયુરસિંહે બાથરૂૂમમાં ઘૂસી ટોયલેટ સીટ તોડી નાખી નુકસાની સર્જી હતી. જતા જતા ત્રણેય શખ્સ જાન થી મારી નાખવાની ધમકી પણ આપતા ગયા હતા. આ અંગે અનોપસિંહે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :
attackcrimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement