ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દૂધના પૈસાની લેતી દેતીના મામલે બે ખેડૂત બંધુઓ પર હુમલો

12:32 PM Sep 16, 2024 IST | admin
Advertisement

જોડિયાના આણદા ગામના બનાવમાં બે શખ્સોની ધરપકડ

Advertisement

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આણદા ગામમાં રહેતા બે ખેડૂત બંધુઓ ઉપર પૈસાની લેતી દેતી ના મામલે બે ભરવાડ શખ્સોએ હુમલો કરી દીધો હતો, અને લોહી લુહાણ કર્યા હતા. જે હુમલાખોર ભાઈઓને જોડીયા પોલીસે તુરંત ઝડપી લીધા છે.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આણદા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દીપુભા લખુભા પરમાર નામના 58 વર્ષના ખેડૂતે પોતાના માથા ભાગે હાથમાં પહેરવાના કડા વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે તે જ ગામમાં રહેતા મયુરભાઈ મોમભાઈ ઝપડા અને તેના ભાઈ કાનાભાઈ મોમભાઈ ઝાપડા સામે ફરિયાદ નોંધાવી છે.

પોતાને બચાવવા માટે વચ્ચે પડેલા પોતાના નાનાભાઈ કનુભાને પણ આરોપીએ માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે જોડીયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. ભીમાણીએ ગુનો નોંધી બંને આરોપી બંધુઓને તુરંત ઝડપી લીધા હતા.

ફરિયાદી ખેડૂત બંધૂઓએ આરોપી પાસેથી દૂધ વેચાતું લીધું હતું, જેના 14 દિવસના હિસાબની લેતી દેતી ના મામલે ઝઘડો થયા પછી આ હુમલો કરી દેવાયાનું પોલીસમાં જાહેર થયું છે.

Tags :
attctgujaratgujarat newsJAMANAGARjamnagarnewsmilkman
Advertisement
Next Article
Advertisement