રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાપર-વેરાવળમાં પ્રેમલગ્ન કરનાર યુવકના મિત્ર સહિત ત્રણ ઉપર હુમલો

04:13 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શાપર-વેરાવળમાં પ્રેમ લગ્નનો ખાર રાખી બે મિત્રો ઉપર યુવતીના પિતા સહિત ત્રણ શખ્સોએ હુમલો કરતા ઘવાયેલા બન્ને મિત્રોને સારવાર લેવી પડી હતી અને આરોપી સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ, શાપર-વેરાવળના બુદ્ધનગર શેરી નં.2માં રહેતા કરણભાઇ અમિતભાઇ ડોડીયા નામના યુવાને ફરિયાદમાં દિલીપ જીવરાજભાઇ સોલંકી, તેમનો પુત્ર કેવીન અને સંબંધી મેહુલ અશોકભાઇ સોલંકી વિરુદ્ધ શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કરણભાઇએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેમનો મિત્ર કાળીયો આરોપી દિલીપભાઇની છોકરીને ભગડી ગયો હોય જેનો ખાર રાખી આરોપીઓએ કરણના મિત્ર નિતિનભાઇ અને રવિભાઇને ઢીકા-પાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે હળધૂત ર્ક્યા હતા. તેમજ ત્રણેય આરોપીઓએ પાઇપ વડે ત્રણેય મિત્રો પર હુમલો કરતા નિતીનભાઇને હાથમાં ફેક્ચર આવ્યું હતું. તેમજ જતા જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement