રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દારૂના નશામાં પુત્રીને ફડાકો મારતા શખ્સને ટપારતા પિતા ઉપર હુમલો

05:21 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં 80 ફુટ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં પિતા સાથે જાન જોવા ગયેલી યુવતીની દારૂૂના નશામાં ડીંગલ કરતા બે શખ્સે પજવણી કરી હતી બંને શખ્સને ટપારતા એક નસેડીએ યુવતીને ફડાકો મારી દીધો હતો યુવતીને ફડાકો મરનાર શખ્સને ટપાતા પિતા ઉપર બંને શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 80 ફૂટ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા પ્રવીણ ભલાભાઇ પારઘી નામનો 40 વર્ષનો યુવાન રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે ઘર નજીક જ રહેતા સુરેશ અને ગણપત નામના શખ્સે ઝઘડો કરી પથ્થર વડે માર માર્યો હતો. પ્રવીણ પારઘીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ પારઘીના પુત્ર ગૌરવે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પિતા પ્રવીણભાઈ પારઘી અને તેની બહેન ઘર પાસે જાન જોવા માટે ગયા હતા ત્યારે સુરેશ અને ગણપત દારૂના નશામાં ડિંગલ કરતા હતા અને પિતા સાથે જાન જોવા આવેલી પુત્રીની છેડતી કરતા હતા. યુવતીએ દૂર જઈને ડાન્સ કરવાનું કહેતા સુરેશ નામના શખ્સે ફડાકો માર્યો હતો જેથી પુત્રીને ફડાકો મારનાર સુરેશને પ્રવીણભાઈ પારઘી સમજાવવા જતા બંને શખ્સે હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement