રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એક લાખ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલી મહિલા પર હુમલો

12:36 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લાના ધોરાજી બહારપુરા વિસ્તારમાં રહેતી મહીલાએ બે વર્ષ પહેલા પાડોશીને આપેલા હાથ ઉછીના એક લાખની ઉઘરાણી કરવા જતા પાડોશી દંપતિએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ધોરાજી બહારપુરા પાંચ પીરની દરગાહ પાસે રહેતી જસ્મીનબેન ગફાર સીપાહી (ઉ.36)એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા આમદ હુશેન કારવા અને તેની પત્ની હવાબેન આમદ કારવાના નામ આપ્યા છે.

Advertisement

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી અને આરોપી દંપતિ પાડોશમાં રહેતા હોય વર્ષોથી એક બીજાના પરીચીત છે. બે વર્ષ પહેલા પાડોશીને પૈસાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદી પાસેથી સંબંધના દાવે એક લાખ રૂપીયા ઉછીના લીધા હતા.
હાથ ઉછીના લીધેલા પૈસા પાડોશી દંપતિએ પરત નહી કરતા ફરીયાદી મહીલા પૈસાની ઉઘરાણી કરવા તેમના ઘરે ગઇ હતી ત્યારે આમદભાઇએ તમને 3 લાખ આપી દીધા છે હવે મારી પાસે પૈસાની ઉઘરાણી કરવા આવું નહીં તેમ કહી રૂપીયા માંગવા આવ્યા છો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જયારે હવાબેને ઝઘડો કરી ઉગ્ર બોલાચાલી કરી હતી.આ બનાવ અંગે ધોરાજી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી પાડોશી દંપતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
attackdhorajiDhoraji newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement