For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેડી વિસ્તારમાં પ્રૌઢ દંપતી સહિત 3 ઉપર ધોકાથી મહિલા સહિત 4નો હુમલો

12:44 PM Mar 12, 2024 IST | Bhumika
બેડી વિસ્તારમાં પ્રૌઢ દંપતી સહિત 3 ઉપર ધોકાથી મહિલા સહિત 4નો હુમલો

જામનગર ના બેડી વિસ્તારમાં રહેતા એક દંપત્તિ અને તેના પુત્ર ઉપર મકાનની દિવાલ તોડવાના પ્રશ્ને પાડોશ માં રહેતા એક મહિલા સહિતના ચાર શખ્સોએ લોખંડ ના પાઇપ, લાકડી- ધોકા વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી નૂરાની ચોક વિસ્તારમાં રહેતા ઝરીનાબેન અબ્બાસ ભાઈ ભડાલા નામના 50 વર્ષના મુસ્લિમ પ્રૌઢ મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ અબ્બાસભાઈ અને પુત્ર ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા સબીર જુસબ ચૌહાણ, ઈકબાલ ઈબ્રાહીમ કકકલ, સિકંદર જુસબ ચૌહાણ, અને શરીફા જુસબ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ત્રણેય ઈજાગ્રરસ્તો ને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

ફરિયાદી જરીનાબેન ની બાજુમાં જ આરોપી શબ્બીરે મકાન ખરીદ્યું હતું, અને તેની જૂની દિવાલ તોડી રહ્યા હતા. જે દિવાલ ઝરીનાબેન ને નડતી હોવાથી તેઓને ના પાડતાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement