For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ તોડકાંડમાં એ.ટી.એસ.ને મળી સફળતા, પી.આઇ. તરલ ભટ્ટના ત્રણ લેપટોપ, મોબાઇલ, પેન ડ્રાઇવ કબજે

11:55 AM Feb 08, 2024 IST | Bhumika
જૂનાગઢ તોડકાંડમાં એ ટી એસ ને મળી સફળતા  પી આઇ  તરલ ભટ્ટના ત્રણ લેપટોપ  મોબાઇલ  પેન ડ્રાઇવ કબજે

જૂનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ તરલ ભટ્ટ પાસેથી મહત્ત્વ પુરાવાઓ એકત્ર કરવામાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (અઝજ)ને સફળતા મળી છે. તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને ત્રણ મોબાઈલ રિમાન્ડ દરમ્યાન કબ્જે કર્યા છે. હવે તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઋજકમાં મોકલવામાં આવશે.

Advertisement

જૂનાગઢ તોડકાંડ કેસમાં એટીએસને મહત્ત્વની સફળતા મળી છે. રિમાન્ડ દરમિયાન એટીએસને તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને ત્રણ મોબાઈલ કબ્જે કર્યા છે.
આ સિવાય જૂનાગઢ જઘૠ ઓફિસ માંથીબે કોમ્પ્યુટર અને એક પેનડ્રાઈવ મળી આવી છે. આ તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઋજકમાં મોકલવામાં આવશે. ઉપરાંત એટીએસ તમામ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાંથી ડેટાનું એનાલિસિસ કરી તોડકાંડને લગતા અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તોડકાંડ મામલે પૂછપરછ કરવામાં આવી હતી. રિમાન્ડ પુરા થતા તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
કેરળનાં વેપારી કાર્તિક ભંડારીનું ખાતું ફ્રીઝ કરી ફરીથી ઓપન કરવા મામલે વીસ લાખની માંગણી કરી હતી, જેથી કાર્તિક ભંડારીએ પોલીસને જાણ કરતા કરતા એસઓજી પીઆઇ એ. એમ. ગોહિલ, એએસઆઇ દીપક જાની અને માણાવદર સર્કલ પીઆઇ તરલ ભટ્ટનો ભાંડો ફૂટ્યો હતો.

Advertisement

જુનાગઢના માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ.એમ.ગોહિલ તેમજ એસએસઆઈ દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂૂપિયાનો તોડ કરવાના કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂૂ કરાયા બાદ જુનાગઢમાં એસઓજીની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી. જે બાદ જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી સસ્પેન્ડેડ ઙઈં તરલ ભટ્ટની એટીએસેએ અમદાવાદમાંથી ધરપકડ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement