પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર અત્યાચારના ખંભાળિયામાં પડ્યા ઘેરા પ્રત્યાઘાતો: ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો
01:17 PM Mar 02, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા છે. તેના વિરોધમાં ખંભાળિયાના જોધપુર ગેઈટ ચોક ખાતે જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટી.એમ.સી. અને "મમતા બેનરજી હાય હાય" ના સૂત્રોચાર સાથે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ, શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા વિગેરે સાથે શહેર ભાજપ તાલુકા ભાજપના ચૂંટાયેલા અને સંગઠનના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ - હોદેદારો જોડાયા હતા.
Next Article
Advertisement