રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેયરના અંતિમ લોકદરબારમાં લોકો વિફર્યા, ફરિયાદોની ધણધણાટી

05:04 PM Aug 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વોર્ડ નં. 18માં વર્ષોથી રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટની સુવિધા ન મળવાની ફરિયાદો કરી પદાધિકારીઓનો ઊધડો લીધો

મેયર તમારે દ્વાર અંતર્ગત છેલ્લા 17 દિવસથી વોર્ડવાઈઝ લોકદરબાર યોજી લોકોના પ્રશ્ર્નોનું સ્થલ પર જ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ લોકદરબાર શાસકોને હવે ભારે પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે વોર્ડ નં. 11માં અંતિમ લોક દરબારમાં વિરોધપક્ષ ન હોવા છતાં લોકોએ વોર્ડ નં. 18માં વર્ષોથી રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતના પાયાની જરૂરિયાત વાળા કામો આજ સુધી થયા નથી તેમ કહી દેકારો બોલાવી દેતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. લોકોએ એક સાથે ફરિયાદોનો ઢગલોકરી પદાધિકારીઓ અને અધિકારીઓનો ઉધડો લેતા ભારે ચકચાર જાગી હતી.

વોર્ડ નં. 18માં યોજાયેલ મેયરના લોકદરબારમાં આજે લોકોએ તડાફડી બોલાવી શાસકપક્ષ અને અધિકારીઓને આડેહાથ લીધા હતાં. ચેલ્લા થોડા સમયથી લોકદરબારમાં વિપક્ષો દ્વારા પણ લોકોને સાથે રાખી ફરિયાદોનો મારો ચલાવી શાશકપક્ષને ભીડવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે આજે યોજાયેલા અંતિમ લોકદરબારમાં હવેલોકોએ જ કમાન હાથમાં લીધી હોય તેમ માળખાકીય સુવિધાઓ અંગે પ્રશ્ર્નોની જડીવરસાવી પદાધિકારીઓનો રિતસર ઉધડો લઈ હંગામો મચાવતા મનપાનો વિજિલન્સ સ્ટાફ ટુંકો પડ્યો હતો. ત્યારે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ બંદોબસ્ત બોલાવવાની ફરજ પડી હતી.

અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા લોકોએ અત્યાર સુધીના સૌથી વધુ 184 પ્રશ્ર્નો એટલે કે ફરિયાદો કરી હતી.
વોર્ડ નં.18માં યોજાયેલ મેયર તમારા દ્વારે લોક દરબારિીજ્ઞિ;ંમાં વોર્ડ નં.18ના નાગરિકો દ્વારા કનૈયા ચોક વિસ્તારમાં કાયમી પાણી ભરાયેલું રહે છે, રોડ-રસ્તા બનાવવા અને રસ્તા પરનું દબાણ દુર કરવા બાબત, સોલવન્ટ વિસ્તારમાં ગેસ કનેક્શનની લાઇન નખાવી આપવા બાબત, સોલવન્ટથી કોઠારીયા ગામ સુધીના રોડનું કામ સત્વરે પૂર્ણ કરવા બાબત, સદભાવના સોસાયટીમાં અવર-જવર માટે રસ્તો ખુલ્લો કરવા બાબત અને વરસાદી પાણીના નિકાલ માટે, દબાણ દૂર કરવા બાબત, જે. કે. પાર્કના કોમન પ્લોટમાં દબાણ દૂર કરવા બાબત, સ્ટોર્મ વોટર લાઈનમાં ડ્રેનેજ લાઈનનું કનેક્શન આપેલ છે જે બંધ કરાવવું, કોઠારીયા વિસ્તારમાં 4039, 8039, 10039ના રોડ પર સીસીટીવી ફિટ કરવા બાબત, કોઠારીયા વિસ્તારમાં નવી આંગણવાડી બનાવવા બાબત, કોઠારીયા વિસ્તારમાં પાણી વિતરણ સિસ્ટમ ચેકીંગ કરવા બાબત, વોર્ડ નં.18માં રેસિડેન્ટ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા કલાસીસ સામે સઘન ચકાસણી કરવા બાબત, વાકેર્ડ નં.18માં મેઇન રોડ, શેરીઓમાં રોડ, રસ્તા બનાવવા બાબત, મેઇન રોડ પરનું દબાણ દૂર કરવા બાબત, સોસાયટીમાં રસ્તા બંધ કરેલ, સોસાયટીમાં દબાણ દૂર કરવા બાબત, સોસાયટીમાં રાખેલ છાપરાનું દબાણ દૂર કરવા બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.

મેયરનો લોદરબાર પુર્ણ થયા બાદ લોકોની મગજમારીથી થાકેલા શાસકપક્ષના ઉમેદવારો અને અધિકારીઓએ હવે પછી શહેરમાં કયારેકય પણ લોકોના પ્રશ્ર્નો માટે લોક દરબાર નહીં યોજીએ તેવા સમ ખાધા હોય તેવો ગણગણાટ જોવા મળ્યો હતો અને આજનો લોક દરબાર પુર્ણ કરી તમામ લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

કોર્પોરેટરો જવાબદાર કેમ નહીં?
મેયરના લોકદરબારમાં આજરોજ વોર્ડ નં. 18ના સ્થાનિકોએ રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ, ડ્રેનેજ અને પીવાના પાણી સહિતની પાયાની જરૂરિયાતો આજ સુધીપુરી થઈ નથી. તે મુદ્દે બઘડાટી બોલાવી હતી. લોકદરબારના કાર્યક્રમમાં વોર્ડ નં. 18ના કોર્પોરેટરો પણ હાજર હતાં. દરેક વોર્ડના કોર્પોરેટરોની જવાબદારી બને છે કે, તેમના વોર્ડમાંલોકોની સમસ્યાઓ સાંભળી તેનો નિકાલ કરવો પરંતુ વોર્ડ નં. 18નો વિસ્તાર વર્ષો પહેલા મહાનગરપાલિકાની હદમાં ભળી ગયો છે. અને લોકોએ મત આપી કોર્પોરેટરોને ચુંટી કાઢ્યા છે. છતાં દરેક મહાનગરપાલિકામાં નિયમ છે. તે મુજબ દરેક વોર્ડના કોર્પોરેટરોની તેમના વોર્ડના કામો કરાવવાની જવાબદારી બનતી હોય છે. છતાં વોર્ડ નં. 18માં આજ સુધી વિકાસના કામો ધીમી ગતિએ થઈ રહ્યા છે. જેની જવાબદારી કોર્પોરેટરોએ લેવી જોઈએ તેના બદલે આજના લોકદરબારમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠેલા વોર્ડ નં. 18ના કોર્પોરેટરો પણ લોકોની સમસ્યા મુકપ્રેક્ષક બની સાંભળી રહ્યા હોય તેવો તમાસો જોવા મળ્યો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement