ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોટડાસાંગાણીના પીપલાણા ગામે દંપતી વચ્ચે ઝઘડો થતાં પતિનો આપઘાતનો પ્રયાસ

01:15 PM Oct 18, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જૂનાગઢમાં સગીરે બીમારીની વધુ પડતી ગોળીઓ પી લેતા તબિયત લથડી

કોટડાસાંગાણીના પીપલાણા ગામે ખેત મજૂરી અર્થે આવેલા દંપતિ વચ્ચે ઝઘડો થતા પતિએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડફવામાં આવ્યો હતો. કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામે રહેતા બાબુભાઈ જીવાભાઇની વાડીએ ખેત મજૂરી કરતા વનરાજ હરમલભાઈ નીનામા નામના 22 વર્ષના યુવાને રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં વનરાજ નીનામા અને તેની પત્ની વચ્ચે છોકરા મુદ્દે ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જૂનાગઢમાં બીલખા રોડ ઉપર આવેલા ઇન્દિરાનગરમાં રહેતા અરમાન આરીફભાઈ બાઘડા નામનો 15 વર્ષનો સગીર પોતાના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર બીમારીની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી. સગીરની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsKotdasanganisuicide
Advertisement
Advertisement