ભાયાવદરમાં youtube ચેનલ ઉપર ગરોળી શબ્દનો ઉપયોગ કરતા દંપતી ઉપર એસ્ટ્રોસિટી
ઉપલેટાથી 13 કિલોમીટર દૂર આવેલા ભાયાવદર ગામે ગઈકાલે પટેલ દંપતિ ઉપર સોશિયલ મીડિયા ઉપર ઢેઢ ગરોળી લીન્ડી ખાય શબ્દનો ઉપયોગ કરી જ્ઞાતિ ને હડધુત કરવાની ફરિયાદ થયેલ છે.
આ બનવાની વિગત એવા પ્રકારની છે કે ભાયાવદર ગામે આંબેડકર નગરમાં રહેતા દિનેશભાઈ હીરાભાઈ ચાવડાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપી જણાવેલ છે કે પોતે આજે બજારમાં પાનની દુકાને પાન ખાવા ગયો ત્યારે મોબાઈલ જોતો હતો ત્યારે મોબાઈલમાં 75 વિધાનસભા બહુજન સમાજ પાર્ટીનું ગ્રુપ છે આ ગ્રુપમાં એક ક્લિપ હતી. આ ચેટ કોમેન્ટ માં અમારી જ્ઞાતિનું અપમાન અને અડધૂત થતા હોય એવું લાગતા તેઓએ પોતાના મિત્ર સાથે ભાયાવદર પોલીસ સ્ટેશનને જઈ આ પોસ્ટ મૂકનાર અંકિતાબેન મુકેશભાઈ જાવિયા અને તેમના પતિ મુકેશભાઈ જેરામભાઈ જાવીયા સામે પોતાની જ્ઞાતિ નુ અપમાન અને હડધુંત કરતા હોય તેની લાગણી સાથે ની ફરિયાદ કરતા પોલીસે બંને પતિ પત્ની સામે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણ સરની કાર્યવાહી કરેલ છે.