For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મૂળવાસરના યુવાન પર હુમલો કરી રૂા. 10 હજારની લૂંટ કરતા પાંચ શખ્સો

11:48 AM Sep 07, 2024 IST | Bhumika
મૂળવાસરના યુવાન પર હુમલો કરી રૂા  10 હજારની લૂંટ કરતા પાંચ શખ્સો
Advertisement

જામ ખંભાળિયા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ઈશ્વરભાઈ સમૈયાભા રાજાભા સુમણીયા નામના 25 વર્ષના વેપારી યુવાન ગઈકાલે શુક્રવારે સાંજના સમયે તેમની દુકાને હતા, ત્યારે રંગાસર ગામના રાજેશ માલા સુમણીયા, માલા સાજા સુમણીયા, લાલુ સાજા સુમણીયા અને હમુસર ગામના રામસંગ દાનુભા હાથલ અને લાલસિંગપુર ગામના ભાવુભા વાલાભા માણેક નામના પાંચ શખ્સોએ એકસંપ કરી પૂર્વયોજિત કાવતરું રચી, છરી તથા લાકડાના ધોકા વડે તેમની દુકાનમાં તોડફોડ મચાવી હતી.

અહીં ફરિયાદી ઈશ્વરભાઈ તેમજ સાહેદ સમૈયાભા રાજાભા સુમણીયા અને શ્યામ સમૈયાભા સુમણીયાને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી, છરી બતાવી અને દુકાનના ખાનામાંથી રૂૂપિયા 10,000 ની લૂંટ ચલાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ ઈશ્વરભાઈ દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

Advertisement

ફરિયાદીના કાકાના ભાઈ ડાડુભા સુમણીયાએ આરોપીઓ વિરુદ્ધ અગાઉ મીઠાપુર પોલીસ મથકમાં કોઈ બાબતે ફરિયાદ કરી હતી. તે બાબતે મીઠાપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા આરોપીઓ લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા અને લાંબા સમય બાદ જેલમાંથી જામીન મુક્ત થયા બાદ આ બાબતનું રાખી, હુમલો કરી, લૂંટ ચલાવીને ધમકી આપી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે પાંચેય આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement