રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આસોપાલવ સોસાયટીની બ્યુટી પાર્લર સંચાલિકાને પતિનો ત્રાસ, મારકૂટના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

04:07 PM Aug 14, 2024 IST | admin
Advertisement

બીમાર પુત્રીની દવા ન કરતા આંખોને નુકસાન થયું, પતિ પુત્રીને રોજ કહેતો તને પેટ્રોલ બાળીને સ્કૂલે મૂકવા આવવુ પડે છે તું હોસ્ટેલમાં જતી રહે

Advertisement

કોઠારીયા મેઈન રોડ પર આસોપાલવ સોસાયટીમાં રહેતાં બ્યુટી પાર્લર ચલાવતાં ચેતનાબેન ચુડાસમા (ઉ.વ.44)એ પતિ-રજનીકાંત (રહે. જુનુ સ્વાતી પાર્ક) સામે લગ્નજીવન દરમિયાન મેણા-ટોણા મારી ગાળો દઈ મારકૂટ કરી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચેતનાબેને પોલીસને જણાવ્યું કે,લગ્નના થોડા સમય બાદથી પતિ નાની-નાની બાબતમાં ઝઘડા કરી મેણા-ટોણા મારવા લાગ્યો હતો અને શંકા-કૂશંકા કરતો હતો. પુત્ર અને પુત્રીનો જન્મ થયા બાદ પુત્રી સાડા ત્રણ વર્ષની હતી ત્યારે તાવ આવતા પતિએ દવા લેવા પૈસાના આપતા મગજમાં તાવ ચડી જતા આંખોને નુકસાન થયું હતું અને તે બધુ સહન ન થતા તે રાજકોટ માવતરે આવી ગયા હતા.પતિ સમાધાન કરીને તેડી ગયો પરંતુ પતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો.તેને પુત્રીને ભણાવવી હોય પરંતુ તે ભણાવવા માંગતો ન હોય કે જવાબદારી લેવા ના માંગતો હોવાથી ફરીથી માવતરે આવી પોલીસમાં ફરિયાદ અને ભરણપોષણનો કેસ કર્યો હતો. જે બાદ પતિ અવાર-નવાર સમાધાન કરી તેને તેડી જતો હતો.

સાવરકુંડલામાં અંધ સ્કૂલ ના હોવાથી રાજકોટ રહેવા આવી ગયા હતા.પરંતુ અહીં પણ પતિમાં સુધારો નહીં આવતા કેસ કર્યો હતો. ભરણ-પોષણ પણ મંજુર થતા 2022માં દંપતી વચ્ચે કોર્ટમાં સમાધાન થયું હતું. પરંતુ પતિએ શંકાઓ કરવાનું ચાલુ રાખ્યું હતું અને ઘરમાં કોઈ જવાબદારી લીધી ન હતી કે રાશન પર ઘરમાં દેતો ન હતો. એટલું જ નહી તેણે કરેલ ભરણપોષણના કેસ અને ડોમેસ્ટીક કેસો પરત ખેચાવી લીધા હતા.

જયારે તેના પતિએ કરેલા કેસો ચાલુ રાખ્યા હતા. તે નાની-નાની વાતમાં ઝઘડા કરી મારકૂટ કરતો હતો.દિકરીને સ્કૂલે મુકવા પતિ જતો તો તેને તું હોસ્ટેલમાં જતી રહે,મારે રોજ પેટ્રોલ બાળીને તને મુકવા આવવુ પડે છે કહેતો હતો. છેલ્લે પતિએ ઝઘડો કરી મારકૂટ કરીને ઘરેથી જતો રહ્યો હોય અંતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :
Asopalav Society Beauty ParlorComplaint Alleging Harassmentgujaratgujarat newsrajkotrajkot newsrajkotpolice
Advertisement
Next Article
Advertisement