રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તમને ફાયર સેફટીનો અમલ કરાવવા કહ્યું છે, સ્કૂલો બંધ કરવા નહીં: હાઈકોર્ટ

04:46 PM Jul 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પ્રિ-સ્કૂલોનું ઓડિટ કરવાની જગ્યાએ બંધ કરાવવાની કામગીરી કરતાં સરકારનો કલાસ લઈ લીધો, ઓથોરિટીને પાવરનો વધુ પડતો ઉપયોગ નહીં કરવા ટકોર

પ્રિ-સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈ સ્કૂલો બંધ કરાવતા હાઇકોર્ટે સરકારને ઝાટકી હતી. ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ કાર્યવાહી શરૂૂ થતાં જ ચીફ જજે સરકારી વકીલને બોલાવીને કહ્યું હતું કે, એક સમચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે ફાયર સેફ્ટી નહિ હોવાથી ઓથોરિટીએ પ્રિ-સ્કૂલ બંધ કરાવી દીધી છે. આ શાળાને કોઈ નોટિસ સમય આપવામાં આવ્યો નથી. સરકારે ફાયર સેફ્ટીના અમલ માટે કોઈ યોગ્ય જાહેરનામું કે સૂચનાઓ બહાર પાડી નથી. કોર્ટે તમને સ્કૂલોમાં ફાયર સેફ્ટી ચેક કરવા નિર્દેશ આપ્યા છે. પરંતુ ઓથોરિટી પાવરનો વધુ પડતો ઉપયોગ કરે નહિ. હાઇકોર્ટે ઓર્ડર કર્યો તો તુરંત અતિ કડક પગલા ભરવા મંડ્યા છો. કોર્ટે તમને સ્કૂલો બંધ કરવા નહિ, ફાયર સેફ્ટીના અમલીકરણ કરવા કહ્યું છે.
તમને એક સમયગાળામાં શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરી અહેવાલ સુપ્રત કરવા જણાવ્યું છે, પણ તેના ઓથા હેઠળ સ્કૂલ સીલ કરવાના પગલાં લેવાય નહિ. સ્કૂલોને ફાયર સેફ્ટી અંગે યોગ્ય સૂચનાઓ આપો. પ્રિ-સ્કૂલ દિવસે ચાલતી હોય છે. આ નાના બાળકોના માતા-પિતા નોકરિયાત હોય છે. આ સ્કૂલો રહેણાક મકાનમાં ચાલતી હોય છે. તમે ત્યાં ફાયર સેફ્ટીના પગલાં લો, પણ વધુ પડતી કાર્યવાહી યોગ્ય નથી. કોર્ટના આદેશ છે એટલે અમે આવું કરીએ છીએ તેમ ના કહો.

તમે સ્કૂલને 10 હજાર ગેલન પાણી સંગ્રહ કરવા જણાવો છો. તેની ટાંકી ક્યાં મૂકશે? આવા આદેશ કરતા પહેલા સંસ્થાનો પ્રકાર તો જુઓ કે તે પ્રિ-સ્કૂલ છે. પ્રિ-સ્કૂલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચારથી પાંચ રૂૂમ હોય છે. આ અંગે એડવોકેટ જનરલને જાણ કરવામાં આવે. કોર્ટ આ અંગે સુઓમોટો અરજી લેવાનું વિચારતી હતી, પણ અત્યારે તેમ કરતી નથી. હાઈકોર્ટના આદેશના ઓથા હેઠળ આવી રીતે કાર્યવાહી કરવામાં આવે નહીં. તમે બાળકોને ભણવાની સ્કૂલો બંધ ના કરાવી શકો. સ્કૂલોનો ટાઈમ આપીને ફાયર સેફ્ટીના નિયમો પાળવા જણાવો. અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ કોર્ટે નિર્દેશ આપ્યા હતા. એક તો તમે વર્ષોથી કશું કર્યું નથી.
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની ચાલતી મિલકતો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ગેમ ઝોન, હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રિ-સ્કૂલો સહિતની મિલકતોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી હતી. અમદાવાદમાં અખઈએ 150થી વધુ પ્રિ-સ્કૂલોને સીલ કરી હતી. 23 દિવસ પહેલા જ આ પ્રિ-સ્કૂલોને ખોલવાની અખઈએ મંજૂરી આપી હતી. 300 રૂૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાહેંધરી પત્ર આપવાની શરત રાખી હતી. ફાયર સેફ્ટી કે સર્ટિફિકેટ ન હોય તેમને સર્ટિફિકેટ મેળવવા માટે 30 દિવસનો સમય આપ્યો છે અને સર્ટિ. મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે તેવું જણાવ્યું હતું. જ્યારે બાંધકામ નિયમિત કરાયેલું ન હોય તેમને બાંધકામ નિયમિત કરાવવા માટે 3 માસના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ઘટના બનશે તો તેના માટે સ્કૂલ સંચાલકો પોતે જવાબદાર રહેશે.

Tags :
fire safetygujaratgujarat high courtgujarat newsSchool
Advertisement
Next Article
Advertisement