For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડિટેન કરેલા ટ્રકને છોડાવવા 7 હજારની લાંચ લેતો જામનગરનો આસિ.આરટીઓ ઇન્સ્પેકટર ઝડપાયો

12:13 PM Aug 31, 2024 IST | admin
ડિટેન કરેલા ટ્રકને છોડાવવા 7 હજારની લાંચ લેતો જામનગરનો આસિ આરટીઓ ઇન્સ્પેકટર ઝડપાયો

આરોપી ચાર વર્ષથી નવસારી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતો હતો

Advertisement

ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે નવસારીના આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી છે. સહાયક મોટર વાહન નિરીક્ષક સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ (મૂળ રહે. મોમાઈનગર, ગાંધીનગર, જામનગર)ને 7 હજારની લાંચ સ્વીકારતા નવસારી આરટીઓ કચેરીમાંથી ઝડપી લઇ જરૂૂરી કાર્યવાહી આરંભી છે.

એસીબી ગુજરાતના ટોલ ફ્રી નંબર 1064 પર નવસારી આરટીઓ કચેરીના અધિકારી/ કર્મચારીઓની હેરાનગતિ ફરિયાદ મળી હતી. લાંચની રકમ મેળવવા માટે નવસારી હાઇવે પરથી પસાર થતી અન્ય રાજ્યોની ટ્રકોને જુદા જુદા બહાના હેઠળ ડિટેઇન કરી લેવામાં આવતી હતી. ડિટેઇન કરાયેલી ટ્રક છોડાવવા માટે ટ્રક ડ્રાઇવર/માલિકે નિયમને આધિન દંડ ઉપરાંત રૂપિયા 5 હજારથી 10 હજાર સુધી લાંચ આપવી પડતી હતી.

Advertisement

લાંચીયા આરટીઓ અધિકારીને ઝડપી લેવા માટે નવસારી એસીબી સ્ટાફે ફરિયાદીના સહયોગથી ડીકોય ગોઠવી હતી. આજ રોજ આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટર સંતોષસિંહ યાદવે (ઉં.35) ડિટેઇન કરેલી ટ્રકને છોડવા માટે નિર્ધારીત દંડ ઉપરાંત 7 હજાર રૂપિયાની લાંચ માગી હતી. સંતોષસિંહ યાદવ નવસારી આરટીઓ કચેરીમાં આવેલી ઇન્સ્પેક્ટર ઑફિસમાં લાંચ લેતા ઝડપી લઇ 7 હજાર કબજે કરાયા છે. આરોપી સંતોષસિંહ યાદવ વર્ષ 2013માં નોકરી લાગ્યા હતા અને છેલ્લાં સાડા ચાર વર્ષથી નવસારી આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા હતા અને મહિને 35 હજાર પગાર મેળવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement