ગોંડલ નાગરિક બેંકના ચેરમેન પદ સતત ત્રીજી ટર્મમાં અશોક પીપળિયા ચુંટાયા, વાઈસ ચેરમેન પદે ગણેશ જાડેજા બિનહરીફ ચૂંટાયા
સમગ્ર ગુજરાત માં હાઇપ્રોફાઇલ બનેલી ગોંડલ નાગરિક બેંક ની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરીત પેનલ ને ધોબી પછડાટ આપી ભાજપ પ્રેરીત પેનલે વટભેર વિજય મેળવ્યા બાદ આજે નાગરિક બેંક ભવનમાં યોજાયેલ નવા સુકાનીઓની ચુંટણીમાં સતત ત્રીજી વખત અશોકભાઈ પીપળીયા ચેરમેન પદે બીનહરીફ જાહેર થયા હતા.જ્યારે વાઇસ ચેરમેન પદે જ્યોતિરાદિત્ય સિંહ (ગણેશ) જાડેજા અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલભાઈ ટોળીયા બીનહરીફ બન્યા હતા.
શરુઆત થીજ ઉતેજનાત્મ બની રહેલી નાગરિક બેંકની ચુંટણીમાં ભાજપે જયરાજસિહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકનાં છેલ્લાં પાંચ વર્ષ થી સફળ સુકાની સાબીત થયેલા અશોકભાઈ પીપળીયાને પચહેરોથ બનાવી યોજાયેલી ચુંટણીમાં ધાર્યું પરિણામ પાર પાડ્યુ હતું.
જ્યોતિરાદિત્યસિંહે જુનાગઢ જેલમાં રહી ચુંટણી જીતીને ગુજરાતનાં સહકારી ક્ષેત્રમાં નવો ઇતિહાસ સર્જ્યો હતો.હવે તેઓ વાઇસ ચેરમેન બન્યા છે.ઉલ્લેખનીય છેકે જ્યોતિરાદિત્યસિંહનાં પિતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ 30 વર્ષ પહેલા નાગરિક બેંક માં વાઇસ ચેરમેન બની રાજકીય કારકીર્દી ની શરુઆત કરી હતી.હવે જ્યોતિરાદિત્યસિંહનું પણ નાગરિક બેંક દ્વારા રાજકીય લોંચીંગ થયુ ગણાશે.પ્રફુલભાઈ ટોળીયા ગ્રામ્ય લેવલનાં આગેવાન ગણાય છે.પણ નાગરિક બેંકમાં એમ.ડીનું પદ મેળવી તેમણે શહેરી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે.નાગરિક બેંકનાં સમર્પણ ભવન ખાતે યોજાયેલી નવા સુકાનીઓની ચુંટણી વેળા શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા સહિત આગેવાનો,કાર્યકરો ઉપરાંત સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સુકાનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.