ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મસાલાની સિઝન શરૂ થતાં યાર્ડમાં સૂકાં મરચાં-જીરુંની આવક વધી

05:33 PM Mar 04, 2025 IST | Bhumika
Advertisement

900 વાહનમાં 9000 ભારી મરચાં, 18000 મણ ચણા, 22000 મણ જીરું, 26000 મણ ઘઉં, 14000 મણ કપાસ અને તુવેર 10000 મણ ઠલવાઇ: રવિ સિઝનમાં વિવિધ જણસીથી યાર્ડ છલોછલ

Advertisement

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં રવિ સિઝન શરૂ થતા રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઇ રહી હતી. ખેડુતો દ્વારા આજે ચણા, સુકા મરચા, જીરૂ, તુવેર, ઘઉં અને કપાસની મબલખ આવક થતા યાર્ડ છલોછલ થઇ ગયું હતું. યાર્ડ બહાર આશરે 900 વાહનોની લાંબી કતાર લાગી હતી.

ઉનાળાની શરૂઆત થતા મસાલાની સિઝન શરૂ થશે, ગૃહિણીઓ દ્વારા આખા વર્ષના મસાલા ભરાતા હોય છે. રવિ પાકની પણ શરૂઆત થઇ છે. ઉનાળામાં ગૃહિણીઓ દ્વારા સુકા મરચા, ધાણા, જીરૂ, હળદરની એક સાથે ખરીદી કરવામાં આવે છે. યાર્ડમાં આજે સુકા મરચાની 9000 ભારી, જીરૂ 22000 મણ આવક થઇ હતી. જયારે ચણાની 18000 મણ, તુવેરની 10000 મણ, ઘઉંની 26000 મણ અને કપાસની 14000 મણ આવક થઇ હતી.

જીરૂના વર્તમાનમાં સૌથી ઓછા ભાવ બોલાઇ રહ્યા છે. ગત સિઝનમાં રૂા.10 થી 12 હજારને આંબી ગયા હતા. જયારે હાલ રૂા.3650થી રૂા.4150 સુધીના ભાવ બોલાઇ રહ્યા છે. જયારે સુકા મરચાના રૂા.700થી 1480માં સોદા થયા હતા. જયારે ગત સિઝનમાં 4000 સુધી સોદા થયા હતા. ઘઉંના ભાવમાં થોડી રાહત જોવા મળી રહી છે. ટેકાના ભાવે ખરીદીની જાહેરાત થતા પણ જણસીની આવક વધી રહી છે.

લીંબુના ભાવ દાંત ખાટા કરશે, રૂા.125ના કિલો

ગરમીની શરૂૂઆતની સાથોસાથ બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળા શરૂૂઆત થતા જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે. આગામી દિવસમાં હજુ લીંબુનાં ભાવ વધવાની શક્યતા છે. ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ છે. જેને પગલે આગ વરસાવતી ગરમી લાગી રહી છે. આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે. જેથી આ સીઝનમાં લીંબુનું વેચાણ પણ વધારે થતું હોય છે. ત્યારે ઉનાળાની શરૂૂઆતમાં જ લીંબુના ભાવમાં વઘારો નોંધાયો છે. પ્રતિકિલો લીંબુનો ભાવ રૂૂ.100થી 125 પર પહોંચ્યા છે. ગયા મહિને કિલો લીંબુનો ભાવ રુ.30થી 45 હતો.લીંબુના ભાવમાં વધારાને લઈને વેપારીઓનું કહેવુ છેકે બજારમાં વપરાશના હિસાબે સપ્લાય થઈ રહ્યો નથી. જેના કારણે બજારમાં લીંબુ નથી અને તેની ડિમાન્ડ વધી ગઈ છે.લોકોનું કહેવુ છે કે લીંબુની વધતી કિંમતે ચિંતા વધારી દીધી છે. જો આ જ સ્થિતિ રહી તો મે-જૂનના મહિનામાં લીંબુની કિંમત 200 રૂૂપિયા કિલોથી પણ વધુ થઈ શકે છે. અન્ય રાજ્યોમાં પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન સહિત અલગ-અલગ રાજ્યોમાં લીંબુના ભાવ વધી રહ્યા છે. અનુમાન છે કે 2-3 મહિના સુધી લીંબુના ભાવમાં ઘટાડો થશે નહીં.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement